છાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદ
26મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ વરસશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ થવાની આગાહી કરાઈ છે. 17થી 24 જૂન વચ્ચે ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આ વખતે ગુજરાતમાં સરેરાશ 106 ટકા જેટલો વરસાદ નોંધાઈ શકે છે. દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું કે, 17મે થી રાજ્યમાં આકરી ગરમી પડશે. આગામી દિવસોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી પાર કરી જશે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. હાલમાં ગુજરાતમાં હીટવેવ પડી રહ્યો છે. તાપમાન 45 ડિગ્રીની આસપાસ છે.
આમ, વાતાવરણ ડામાડોળ થવાની સ્થિતિ ઉદભવશે. પરંતું આ વચ્ચે 26મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. ૩૦ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. જેના બાદ 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે.
અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે.
આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. 24 મે સુધી માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જાય છે. કેરળમાં જોરદાર વરસાદ પડવાની આગાહી કરી હતી જે સાચી ઠરી છે.
જોકે, હવામાન નિષ્ણાતે વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે. 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે.
હવામાન ખાતુ ચોમાસાને લઈ જાણકારી જાહેર કરશે. હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભું થશે. જોકે, હવામાન વિભાગ આ બાબતને નકારી રહ્યું છે. રેલમ વાવાઝોડું આવતીકાલે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.
મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે. 8 જૂનથી દરિયામાં પવન બદલાશે, જેના બાદ 14 જૂન સુધી રાજ્યમાં વરસાદ લાવશે.
17 થી 24 જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે. સારા સમાચાર એ છે કે રાજ્યમાં 2024ના ચોમાસામાં 106 ટકા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત નહીં, પરંતુ દેશમાં એક નહીં બે-બે વંટોળની આગાહી કરીને લોકોને ચિંતામાં મૂકી દીધા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 મેથી 5 જૂન 2024 પછી એકાએક હવામાનમાં પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે.
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 26મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં 100-120 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જો આ ચક્રવાત ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે.
14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.
દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડશે. કેમ કે આ વખતે દેશ પર લા નીના નામના જળવાયુના પેટર્ન છે. જેના કારણે 106 ટકા જેટલો વરસાદ દેશમાં વરસશે. છેલ્લાં 3 વર્ષમાં એટલે કે 2020થી 2022 દરમિયાન લા નીના કારણે દેશમાં 109 ટકા, 99 ટકા અને 106 ટકા વરસાદ થયો હતો.