`મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો...`, અંબાલાલની છે સૌથી આગાહી, દરિયામાં ઉભો થયો મોટો ખતરો!
)
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી છે તો કેટલાક વિસ્તારોમાં ઘટી છે. એક તરફ અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડી ઘટી છે તો નલિયામાં વધી છે...નલિયામાં 5.7 ડિગ્રી સાથે કોલ્ડવેવનો અનુભવ થઈ રહ્યો છે.ઉત્તર પૂર્વના પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી રહી છે કાતિલ ઠંડી જ્યારેઅન્ય વિસ્તારોના તાપમાનમાં વધારો થતા ઠંડીથી રાહત મળી છે.
)
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અંબાલાલ પટેલ દ્વારા 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. તેમજ 16 થી 24 ડિસેમ્બર દરમ્યાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે.
)
લો પ્રેશર વિસ્તારની અસરને કારણે 20 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 20-21 ડિસેમ્બર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 20 થી 24 ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. તેમજ આસામ અને મેઘાલયમાં 21-23 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે IMD અનુસાર, જમ્મુ. કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ હતું.
ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-મધ્ય ક્ષેત્રમાં હતું. તે આગામી 24 કલાકમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદ થશે. ઉપરાંત, પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે 27 ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે.
ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે. કારણ કે, બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે. ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. આગામી 24 કલાકમાં આ દરિયાકાંઠે જોરદાર પવન ફુંકાશે. જેને કારણે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો અનેક રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે.
જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસમાં 3 થી 4 ડિગ્રી તાપમાન વધ્યું છે..હિમાલયના વિવિધ વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે શરૂ થયેલા ઠંડા પવનોની દિશા બદલાઈને ઉત્તર તરફ ફંટાતા ઠંડી થોડી ઓછી થઈ છે. આ સાથે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની ખાસ શક્યતા નથી.