ગુજરાતીઓનું આવી બન્યું સમજો! પવનના તોફાનો, આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ત્રાટકશે
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. શિયાળો પુરો થતો નથી, ઉનાળો આવતો નથી અને આ સ્થિતિની વચ્ચે દસ્તક દઈ રહ્યું છે ચોમાસું! આને કઈ સિઝન કહેવી એ હવામાન શાસ્ત્રીઓ માટે પણ એક કોયડું છે. ઠંડી પડી રહી છે અને આ દરમિયાન વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.
ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યાના વાતાવરણમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. તો આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે.
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.
તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ફેબ્રુઆરી મહિનામાં હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના હિલ સ્ટેશનો ધમધમી રહ્યા છે. હિમવર્ષાના કારણે ઉધમપુરના પર્યટન સ્થળ પટનીટોપમાં પ્રવાસીઓ આવવા લાગ્યા છે. બીજી તરફ પ્રવાસીઓ પણ ગુલગારમમાં બરફવર્ષાની મજા માણી રહ્યા છે. હવામાન વિભાગે 26 ફેબ્રુઆરીથી જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે વિસ્તારોમાં સફેદ ચાદર જોવા મળી રહી છે. હિમવર્ષાનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી પહોંચ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં પણ આવું જ દ્રશ્ય છે. ચારે બાજુ માત્ર બરફ જ દેખાય છે. પહાડોમાં હિમવર્ષાના કારણે તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે.