આ તારીખો લખી રાખજો! આશ્લેષા નક્ષત્રમાં આ સંયોગ ગુજરાતમાં વિનાશ વેરશે! અંબાલાલની ઘાતક આગાહી
ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટના ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી, 3 થી 4 ઓગસ્ટના નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી, અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. નર્મદા, સાબરમતી, તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે.
23 ઓગસ્ટ બાદ પર્વત આકારના વાદળો જ્યાં જશે ત્યાં વરસાદ પડી શકે છે. 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગિષ્ઠ ઋતુ રહેવાની સંભાવના છે, જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. સપ્ટેમ્બર માસમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે.
ચાર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ત્રણથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે સર્જાયુ સાયક્લોનિક સર્ક્યુલેશન...45 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન...હવામાન વિભાગની 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાઉકસ્ટે જાહેર કરી છે ભારે વરસાદની આગાહી. રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર-પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે.
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. રાજ્યમાં 26થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 16 ઓગસ્ટે મગધ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે. 17 ઓગસ્ટથી મચ્છર-માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી પણ લેવી. તેમણે કહ્યું કે વિષમ હવામાનની વિપરીત અસર ઉભી થાય તો કૃષા પાકોમાં રોગો આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૧-૧૨ ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે. ૧૩ થી ૧૫ ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં આ દિવસોમાં વરસાદ આવી શકે છે. તો ૨૩ ઓગસ્ટથી વરસાદી ઝાપટા રાજ્યમાં પડશે. ૨૬ થી ૩૦ ઓગસ્ટમાં વરસાદી ઝાપટા આવશે.