હાલ તો `ખતરો` ટળ્યો! પણ આવી રહ્યા છે બે મોટા `મહાખતરા`! ફેબ્રુઆરીમાં ઉથલપાથલ, અંબાલાલની આગાહી
)
અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે.
)
ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોખમ તોળાઈ રહ્યું છે. હાલમાં અફઘાનિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને સાઈક્લોનિક સર્ક્યુલેનશનમાં ફેરવાઈ ગયું છે. આ સાથે જ વધુ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યા છે. જેની અસર અમદાવાદ સહિત રાજ્યમાં જોવા મળી શકે છે. અમદાવાદમાં હવે ઠંડી વધી શકે છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે.
)
જાણીતા આગાહીકાર અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરેલી છે. બીજી ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. તેમણે પણ આગાહી કરતા કહ્યું છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવામાનમાં મોટા ફેરફાર થશે અને તારીખ 2, 3, 4 ફ્રેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ, પંચમહાલ, લીમખેડા, મહેસાણા સહિત વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
વધુમાં કહ્યું કે, આગામી 3થી 5 ફેબ્રુઆરી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનને કારણે માવઠાની શક્યતા છે. માવઠાની સૌથી વધુ તિવ્રતા સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં દેખાશે સાથો સાથ વાવ-થરાદ, બનાસકાંઠા અને મહેસાણાને કમોસમી વરસાદ પ્રભાવિત કરશે.
ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાથી ગરમીનો અનુભવ થશે તેમજ બે વસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું હજુ શિયાળો ગયો નથી. પરંતુ સામાન્ય ગરમીનો અહેસાશ થવા લાગશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 5 ફેબ્રુઆરીએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો આગામી 3 અને 4 ફેબ્રુઆરીએ અમદાવાદ-ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહીત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા. શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ આમ છતાં વરસાદ હજુ પીછો છોડે તેમ લાગતું નથી. જેના કારણે ખેડૂતો માટે પણ આફત જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. ફરી એકવાર હવામાન વિભાગે અને આગાહીકાર અંબાલાલે એવી આગાહી કરી છે કે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહીતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું કે બીજી ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.
આઈએમડીના જણાવ્યાં મુજબ પશ્ચિમી ઈરાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. એક તાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 ફેબ્રુઆરીથી પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરશે. જેનાથી જમ્મુ કાશ્મીર અને લદાખમાં ભારે વરસાદની સંભાવના છે. બરફવર્ષા પણ થશે. આ ઉપરાંત યુપી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણામાં 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વરસાદ પડશે. હિમાચલ પ્રદેશમાં 29 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે રાજસ્થાન, છત્તીસગઢમાં 3 ફેબ્રુઆરીના રોજ મધ્ય પ્રદેશમાં 2-3 ફેબ્રુઆરીના રોજ હળવાથી મધ્યમ વરસાદની વકી છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પૂર્વ બાંગ્લાદેશ ઉપર પણ સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેના પ્રભાવથી અરુણચાલ પ્રદેશમાં 30 જાન્યુઆરી સુધી, અસમ મેઘાલયમાં 29-30 જાન્યુઆરી દરમિાયન વરસાદ પડી શકે છે. કર્ણાટકમાં 1 ફેબ્રુઆરી, તમિલનાડુ, પુડિચેરી, કેરળમાં 30-31 જાન્યુઆરીના રોજ ભારે વરસાદની શક્યતા છે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 28 જાન્યુઆરીથી રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવશે.