આ તો ગુજરાતમાં ટ્રેલર હતું, ભારે વરસાદ તો હજુ બાકી છે, અંબાલાલે ફરી ચેતવ્યા, કહ્યું; આ વિસ્તારોમાં સાવધાન રહેજો, નહીં તો..

Mon, 10 Jul 2023-12:12 pm,

આજે રાજ્યના 5 જિલ્લા માટે જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાાહીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણને સાવધાન રહેવાની જરૂર છે. તો 16 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી બાજુ આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા,  પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સાબરકાંઠા, ભાવનગર, અમદાવાદ, ભરૂચ, પંચમહાલ, આણંદ, વડોદરા, રાજકોટ, જામનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. વીજળીના કડાકા સાથે વરસાદ થશે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ,  જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ડાંગ, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અને અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.  

અંબાલાલે પટેલે કહ્યું કે, બનાસકાંઠામાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા સહીત મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણાના કડી, બેચરાજી, સમી હારીજ, ઊંઝા, વડનગર, વિસનગરમાં હળવા, ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આવામાં બનાસકાંઠામાં 5 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લાઓ તથા અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.  

અંબાલાલ પટેલે જણાવ્યું કે, પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થશે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે, જેમાં ખૂબ વરસાદ થશે. વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ 15 જુલાઈ બાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે. 

ચોમાસાની આ પેટર્ન વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, બંગાળ ઉપસાગરમાં 20 જુલાઈએ બનતી સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે દેશ સહિત રાજ્યમાં ભારે વરસાદ લાવશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે. ઓગસ્ટમાં પણ લો પ્રેશર બનવાને કારણે રાજ્યભરમાં વરસાદ રહેશે. જે સિસ્ટમ પાકિસ્તાન અને રાજસ્થાન તરફ બનતી હતી, તે સિસ્ટમ હાલ ગુજરાતના ભાગમાં બની રહ્યા છે, જેના કારણે સતત વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં 10 જુલાઈ સુધી ધોધમાર વરસાદ રહેશે. 

ડો.મનોરમા મોંહતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે. તો આવતીકાલે ગુજરાતમાં વરસાદ રહેશે, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. પરંતું આવતીકાલ બાદથી સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમનું જોર ઘટશે. બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદી જોર ઘટશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link