Ambalal Patel Forecast: ગુજરાતમાં આ વર્ષે કેવી પડશે ઠંડી? શું છે અંબાલાલ પટેલની `ગાભા` કાઢી નાંખે તેવી આગાહી?

Sun, 29 Oct 2023-5:10 pm,

વાત જાણે એમ છે કે, રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે.

24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે. 5મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપને લઈ ભારે હિમ વર્ષા થશે. જેને લઇ ગુજરાતમાં ઠંડીનું ભારે મોજું ફરી વળવાની શક્યતા છે. મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ થી 7 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન જવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આ ટ્રન્ઝીટ પીરિયડ છે. આ ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું જલ્દી જ વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે. ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે. 

આવામાં આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે જાણવું અત્યંત જરૂરી બની જાય છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે અનુમાન વ્યક્ત કર્યો છે. 28મી ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. 28 ઓક્ટોબરનો દિવસ એવો હશે કે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટાં વાદળ થશે. આને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાઓ પર સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતોએ મગફળી વાવેલી હોય તો તેને નુકસાન કરે તેવા વરસાદી ઝાપટાં નહીં હોય. એટલે ખેડૂતોએ 28 તારીખથી પણ ગભરાવવાનું નથી.

ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા બાદ ઠંડીની આગાહી આવી ગઈ છે. નવરાત્રિ બાદથી જ ગુજરાતમાં રાતે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હવેથી રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી ઠંડીનો વધુ અહેસાસ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થાય છે. 

તેમણે જણાવ્યું કે, અલ નિનોના કારણે આ વર્ષે શિયાળો મોડો આવશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ કડાકાની ઠંડી પડશે. આ દિવસોમાં લધુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી જશે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાની શક્યતા છે. તો નલિયાનું તાપમાન 7 ડિગ્રી પણ રહી શકે છે. તેના બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં ફુલગુલાબી ઠંડી રહેશે. 

હવામાન વિભાગના એક્સપર્ટસના અનુસાર, હજુ 15 દિવસ શિયાળાની રાહ જોવી પડશે. હજુ પંદર દિવસ મિશ્ર વાતાવરણ બની રહેશે. બપોરનાસમયે ગરમી જ્યારે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. આવા સમયે વાદળો પણ છવાશે. હાલ માવઠાની કોઈ શક્યતા દેખાતી નથી. આવામાં હવામાન વિભાગના એક્સપર્ટસ ખેડૂતોને સલાહ આપી રહ્યાં છે કે, સામાન્ય રીતે કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકનું વહેલુ વાવેતર કરવામાં આવતુ હોય છે. જે ન કરવું જોઈે. યોગ્ય ઋતુ બેસે તે બાદ જ વાવેતર કરવુ યોગ્ય રહેશે. જેથી પાકનો ઉગાવો સારો આવે. આવુ કરવાથી પાકને નુકસાન પણ થતુ નથી. 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link