આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું રહેશે `ટનાટન`! પણ હાલ આ વિસ્તારો પર સંકટના એંધાણ

Sat, 06 Apr 2024-5:00 pm,

રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે. જોકે, આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ પ્રકોપ રહેશે. પરંતું રાજ્યમાં આગામી 10 અને 11 તારીખ વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે. રાજ્યમાં આગામી 10 અને 11 તારીખ વરસાદની આગાહી કરાઈ છે. 

વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 11 એપ્રિલે સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લી ,મહીસાગર દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

હવામાન ખાતાના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ આ જાણકારી આપી. તેમણે મધ્ય પ્રશાંત મહાસાગરના ગરમ થવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અત્યાર સુધી જે સંકેત મળ્યા છે તેનાથી જાણવા મળે છે કે અલ નીનો ઓછું થઈ રહ્યું છે. જૂનની શરૂઆત સુધીમાં તેનો પ્રભાવ ઘટી જશે. ત્યારબાદ તટસ્થ સ્થિતિ બની શકે છે. આ જળવાયુ ઘટના દક્ષિણ પશ્ચિમ મોનસુન માટે અનુકૂળ છે. 

અત્રે જણાવવાનું કે ભારતના કૃષિ ક્ષેત્ર માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખુબ મહત્વનું છે. જે દેશમાં લગભગ 70 ટકા વાર્ષિક વર્ષાની આપૂર્તિ કરે છે. દેશના કૃષિ ક્ષેત્રનું જીડીપીમાં યોગદાન લગભગ 14 ટકા છે અને અંદાજે 1.4 અબજ વસ્તીમાંથી અડધા વધુને રોજગાર આપે છે. વરસાદ ઓછો પડે  તો દેશની અર્થવ્યવસ્થા પર તેની બહોળી અસર પડે છે. ખેડૂતો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે. 

આઈએમડી પ્રમુખ મહાપાત્રએ જણાવ્યું કે આ વર્ષ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે લા નીનાની સ્થિતિ જોવા મળી રહી છે. જેનું મધ્ય પ્રશાંત મહાસાગરને ઠંડુ કરવામાં યોગદાન છે. તેમણે કહ્યું કે ભારતીય ચોમાસા માટે લા નીના સારું છે અને આ વખતે તટસ્થ સ્થિતિઓ સારી છે. ગત વર્ષ અલ નીનોના કારણે ભારતીય ચોમાસાના 60 ટકા ક્ષેત્ર પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. પરંતુ આ વર્ષે આ સ્થિતિ જોવા મળશે નહીં. યુરેશિયામાં આ વર્ષે પણ ઓછી બરફવર્ષાનું આવરણ છે જે મોટા પાયા પર ચોમાસા માટે અનુકૂળ છે. 

રિપોર્ટ મુજબ ભારતમાં 2023માં ચોમાસાની સીઝનમાં 868.6 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે મજબૂત અલ નીનોને જવાબદાર ઠેરવ્યું હતું. આ મહિનાના અંત સુધીમાં આઈએમડી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી બહાર પાડશે જે એક નવા સંકેત વિશે જાણકારી આપવાની સ્થિતિ બની શકે છે. 

ગુજરાતમાં ચૂંટણી સાથે હવે ઉનાળાની મોસમ જામશે. એપ્રિલના 25માંથી 20 દિવસ ગરમીનું તાપમાન ઉંચું રહેવાની આગાહી છે. જેમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે. તો મે મહિનામાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદમાં એપ્રિલના મોટાભાગના દિવસમાં યલો કે ઓરેન્જ અલર્ટની શક્યતા છે. જોકે, હાલ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પાર નોંધાયું છે. 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. સૌથી વધુ તાપમાન કેશોદમાં 39.4 ડિગ્રી નોંધાયું છે. 

અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રેડ અને ઓરેન્જ એલર્ટ વખતે અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રખાશે. ભારે ગરમીના કારણે કન્સ્ટ્રક્શન સાઈટો બપોરે 12થી 4 બંધ રખાશે. 45થી 60 સેકેન્ડ બંધ રહેતા ટ્રાફિક જંક્શન પર ગ્રીન નેટ બાંધવાનો નિર્ણય કરાયો છે. 

હીટસ્ટ્રોકના કેસને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય કરાયો છે. રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન અનેક સ્થળે સંસ્થાઓ છાશનું વિતરણ કરશે. સફાઈ કામદારોનો સમય બપોરે 3 કલાકના બદલે 4 કલાકનો કરવામાં આવશે. તમામ બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રખાશે, અર્બન હેલ્થ સેન્ટરમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરાશે. તો અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રખાશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link