2024માં ક્યારેય ન સાંભળી હોય તેવી ઘાતક આગાહી: આ વર્ષે ગુજરાતમાં લોકોના નીકળી જશે છોતરા!
તો કેટલાક વૈજ્ઞાનિક અલ નીનો બાદ લા નીનોની અસરની પણ આગાહી કરી રહ્યાં છે. ખાનગી એજન્સીએ જણાવ્યું કે, લા નીનો અસર સપ્ટેમ્બર આસપાસ જોવા મળશે. જેના કારણે સારું ચોમાસું જવાની આશા છે.
વર્ષ 2024 ની શરૂઆતથી જ અલ નીનો મજબૂતી સાથે વિકસિત થઈ રહ્યું છે. જે મે-જૂન સુધી રહેશે. આ વખતે સમુદ્ર અને વાયુમંડળની સ્થિતિ અલ નીનોની ઘટનાને અનુરૂપ છે. તેથી ગરમી વધારે અને ચોમાસું સારુ જશે. અલ નીનોને કારણે જ સામાન્ય કરતા વધુ સારુ ચોમાસું જોવા મળશે.
હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું કે, આ વર્ષે અલ નીનો કારણે ભીષણ ગરમી સહન કરવી પડશે. અલ નીનોની અસરથી સમગ્ર ભારતમાં આકરી ગરમી પડશે. વર્ષ 2024 ની શરૂઆતથી જ અલ નીનોની મજબૂત અસર જોવા મળી છે. પરંતુ આ અસર મે-જૂન મહિના સુધી સમાપ્ત થઈ જશે.
આગાહી એવી છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે. હાલ સમગ્ર ગુજરાતમાંથી ઠંડી જાણે ગાયબ થઈ ગઈ છે. પરંતું કાતિલ ઠંડીનો દોર ફરીથી આવશે. તેમણે કહ્યું કે, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે.
હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે. કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાયા છે. જોકે, આ માવઠુ સમગ્ર ગુજરાતને નડશે.
2024 ની શરૂઆત વાતાવરણના પલટા સાથે થઈ છે. ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ ટપકી પડે છે. કોઈ એક સીઝન અનુભવાતી જ નથી. હાલ સમગ્ર ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માંડ ઠંડી પડતી નથી, ત્યાં કમોસમી વરસાદની આગાહી આવી જાય છે. આવામાં ફરીથી આવતીકાલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી છે. તેના બાદ ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો. આગામી બે દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા છે.
ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે, તેમ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. નવી આગાહી મુજબ, 5 ફેબ્રુઆરીથી ગુજરાતના વાતાવરણમા મોટો પલટો આવ્યો છે. જે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.