ભારે વાવાઝોડાના એંધાણ..! આ જિલ્લાઓમાં અંબાલાલની ભયજનક આગાહી, આ વર્ષે તહેવાર બગડશે!

Fri, 18 Oct 2024-5:00 pm,

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે.  

આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.

આજે 17 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. 20 ઓકટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયેરક્ટર એકે દાસે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. 19 અને 20 ઓક્ટોબરે અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદની આગાહી છે. આજે 17 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. 20 ઓકટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે આગામી 17 થી 24 ઓક્ટોબર માવઠાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે, જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29-30 ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે. 

અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી હવામાન વિભાગે દક્ષિણ ભારતના ચાર રાજ્યો - કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક શહેરોમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તેની અસરને કારણે પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ હવામાનમાં ફેરફાર થઈ શકે છે.

આગાહી હતી એવુ જ થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું ધીરે ધીરે માથું ઉંચકી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું હવે સમાપ્ત થઈ ગયું છે, જ્યારે ઉત્તર-પૂર્વ ચોમાસું સક્રિય થઈ ગયું છે. આના કારણે આંદામાન સમુદ્રમાં ચક્રવાતી તોફાન સક્રિય થઈ રહ્યું છે, કારણ કે ત્યાં સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. વાવાઝોડાની ભયાનક અસર જોવા મળશે. તેની અસરથી ઠંડીનો ચમકારો જોવા મળશે. બંગાળની ખાડીમાં ઉઠેલું તોફાન છેક ગુજરાતને અસર કરશે. 

આજે મુંબઈ અને કોલકાતામાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે દેશના અન્ય ભાગોમાં હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ ઠંડીની અસર વધવા લાગી છે. ચાલો જાણીએ કે દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી છે? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં એક નવું વાવાઝોડું જન્મે તેવી પૂરી સંભાવના છે. દરિયાની સપાટીના તાપમાન અને મેડન જુલિયન ઓસીલેશન (MJO)ને કારણે આ વિસ્તારમાં આ વાવાઝોડાનો જન્મ વધુ જોર પકડતો જણાય છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. સાયક્લોનિક પરિભ્રમણ થઈ રહ્યું છે.  

ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહે ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં 23 અને 24 ઓક્ટોબરની આસપાસ ચક્રવાતી ગતિવિધિઓ વધી શકે છે. 20 ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્રની નજીક ચક્રવાત રચાય તેવી શક્યતા છે, જે ઓરિસ્સાના દરિયાકાંઠે અથડાશે ત્યારે વધુ તીવ્ર બની શકે છે. આવી સ્થિતિમાં 23 કે 24 ઓક્ટોબરે ઓડિશા, પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ જોવા મળી શકે છે.

આ ચક્રવાતી તોફાનના કારણે 22 ઓક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર પણ બની શકે છે. જેના કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં માછીમારી, શિપિંગ અને નૌકાદળની ગતિવિધિઓ ન કરવા સૂચના આપવામાં આવી છે. પ્રવાસીઓને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓને કોઈપણ સંભવિત ઈમરજન્સી માટે સાવચેત રહેવા અને તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link