Photos: મુકેશ અંબાણીના એ ઘર વિશે પણ જાણો....મુંબઈના કબૂતર ખાનાની ચાલીમાં એક રૂમનું ઘર, 100 લોકો વચ્ચે 1 બાથરૂમ!

Thu, 02 Jan 2025-4:42 pm,

અંબાણી પરિવારના આલિશાન ઘર એન્ટીલિયા, તેમની નેટવર્થ, અપાર સંપત્તિ, ઝાકમઝોળવાળી લાઈફ, નીતા અંબાણીની લક્ઝરી લાઈફ, તેમની જ્વેલરી, કપડાં, મોંઘા પર્સ, વગેરે વિશે તો ઘણું જાણ્યું છે. સોશિયલ મીડિયા પર અવારનવાર તેના સમાચાર, ફોટા વાયરલ થતા રહે છે. અત્યારે તો મુકેશ અંબાણી પરિવાર સાથે એન્ટીલિયામાં અને અનિલ અંબાણીનો પરિવાર એબોડમાં રહે છે. કરોડો-અબજોના ઘરમાં રહેતા મુકેશ અને અનિલ અંબાણી વર્ષો પહેલા મુંબઈની એક ચાલીમાં રહેતા હતા. એક રૂમના ઘરમાં 7 લોકોનો પરિવાર, 100 લોકો વચ્ચે એક ટોઈલેટ. 500 લોકોની ચાલીમાં પાણી માટે લાંબી લાઈનો લાગતી હતી. ફિલ્મોમાં તમે મુંબઈની આ ચાલીની લાઈફ વિશે જોયું હશે. પરંતુ અંબાણી ભાઈઓએ તો આ જીંદગી વર્ષો સુધી જીવી છે. 

અનિલ અંબાણીએ સીમી ગરેવાલના શો Rendezvous with Simi Garewal માં પોતાના બાળપણની યાદો તાજી કરતા ભાવુક થયા હતા. આ દોર હતો વર્ષ 1959નો. જ્યારે ધીરુભાઈ અંબાણી યમનથી પેટ્રોલપંપની નોકરી છોડીને ભારત આવ્યા હતા. ગુજરાતથી અંબાણી પરિવાર મુંબઈ શિફ્ટ થયો હતો. એવી કોઈ આવક હતી નહીં. મસાલા વેચીને ધીરુભાઈ અંબાણી પરિવારનું યેન કેન પ્રકારે ગુજરાન ચલાવતા હતા. 

મુંબઈમાં આવેલા કબૂતર ખાના વિસ્તારમાં તેઓ રહેતા હતા. તે વિસ્તારમાં જયહિન્દ એસ્ટેટ(Jai Hind Estate) નામની ચાલી હતી. જ્યાં એક જ બિલ્ડિંગમાં 500થી વધુ લોકો રહેતા હતા. તે બિલ્ડિંગમાં ચોથા માળે અંબાણી પરિવાર રહેતો હતો. આ જગ્યાનું નામ કબૂતર ખાના એટલા માટે પડ્યું કારણ કે અહીં મોટી સંખ્યામાં કબૂતરો જોવા મળતા હતા. લોકો કબૂતરને દાણા નાખતા હતા, જેના કારણે ત્યાં કબૂતરોની ભીડ રહેતી હતી. 

ચાલીના ચોથા માળે 1 રૂમ, 1 કિચનવાળા ઘરમાં 7 લોકોવાળો અંબાણી પરિવાર રહેતો હતો. ઘરમાં કોમન બાથરૂમ સુદ્ધા નહતો. 100 લોકો માટે એક કોમન બાથરૂમ હતો. પીવાના પાણી માટે લાંબી લાઈનો લાગતી હતી. આ સ્થિતિમાં આખો પરિવાર જેમ તેમ કરીને રહેતો હતો. તેમની પાસે એટલા કપડાં પણ નહતા. મુકેશ અને અનિલ અંબાણી અદલા બદલી કરીને એકબીજાના કપડાં પહેરતા હતા. 

જે જયહિન્દ ચાલીમાં અંબાણી પરિવાર રહેતો હતો તે એ વિસ્તારની સૌથી મોટી ચાલ હતી. ઘરમાં કોઈ બાથરૂમ નહતો. એક ફ્લોર પર 100થી વધુ ઘર હતા. જેના માટે ફક્ત એક ટોઈલેટ હતું. 

અનિલ અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે બાળપણમાં તેમના માટે રવિવારનો દિવસ ખાસ રહેતો હતો. આખો પરિવાર રવિવારની રાહ જોતો હતો. રવિવારના દિવસે મુકેશ અને અનિલ અંબાણીને ફૂટબોલ રમવા માટે તક મળતી હતી. બાળકોને લઈને ધીરુભાઈ અંબાણી ઉડુપી રેસ્ટોરન્ટ જતા હતા. જ્યાં ફિક્સ્ડ મેન્યૂ રહેતું હતું ઈડલી-સંભાર. તેનાથી વધુ કશું જ ઓર્ડર કરવાની છૂટ નહતી. 

ધીરુભાઈ અંબાણીની મહેનત અને તેમના હુનરને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો જન્મ થયો. જેનાથી મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને અબજોની સંપત્તિ વારસામાં મળી. આજે મુકેશ અંબાણી પાસે દુનિયાના સૌથી મોટા ઘરોમાંથી એક એવું 15000 કરોડનું એન્ટીલિયા છે જ્યારે અનિલ અંબાણી પરિવાર સાથે 5000 કરોડના ઘર એબોડમાં રહે છે. 

બંને ભાઈઓના પરિવાર પાસે ધન-દૌલત અને એવી તમામ ચીજો છે, પરંતુ તેમણે અભાવ અને ગરીબીને પણ નજીકથી જોયા છે. અંબાણીની મહેનત અને તેમનું જીવન પ્રેરણાદાયી છે. કેવી રીતે તેમણે પોતાને ઝીરોથી હીરો બનાવ્યા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link