અંબાણી પરિવારના આ ચહેરાઓને ઓળખી બતાવો તો માનીએ, હંમેશા લાઈમલાઈટથી રહે છે દૂર

Tue, 09 Apr 2024-11:17 am,

Reliance Share:  એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને કોણ ઓળખતું નથી. તેમની પત્ની નીતા અંબાણી, તેમના બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે. તેમને લાઈમલાઈટમાં રહેવાનું પસંદ છે. અંબાણી ભાઈઓ અનિલ અંબાણી અને મુકેશ અંબાણી વિશે તો બધા જાણે છે, પરંતુ તેમની બંને બહેનો વિશે બહુ ઓછા લોકો જાણે છે. મીડિયાના કેમેરાથી દૂર રહેતી અંબાણી પરિવારની વહાલી બહેનો ભલે લાઇમલાઇટથી દૂર રહે, પરંતુ બિઝનેસ અને સંપત્તિની દૃષ્ટિએ તેઓ તેમના ભાઈઓ સમાન છે.

મુકેશ અંબાણીને બે બહેનો છે. નીના કોઠારી અને દીપ્તિ સાલગાવકર. બંને ખૂબ જ ઓછા સમય માટે કેમેરાની સામે જોવા મળે છે. લાઈમલાઈટથી દૂર રહેનાર અંબાણી પરિવારની બંને બહેનોએ કોર્પોરેટ જગતમાં પોતાની ઓળખ બનાવી છે. નીના કોઠારી મોટી બહેન છે. તે કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરપર્સન છે. મુકેશ અંબાણીની બહેન નીના કંપનીનો કરોડોનો બિઝનેસ સંભાળે છે. આ કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ કરે છે.  

મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની બહેન નીના કોઠારીએ 2003માં કોફી અને ફૂડ ચેઈનથી પોતાના બિઝનેસ કરિયરની શરૂઆત કરી હતી. પોતાના ભાઈઓની મદદ વગર તેણે પોતાનો ધંધો સ્થાપ્યો. વર્ષ 1986માં નીના કોઠારીએ બિઝનેસમેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા. વર્ષ 2015માં કેન્સરને કારણે તેમનું અવસાન થયું, ત્યારપછી નીના કોઠારીએ કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડનો હવાલો સંભાળ્યો. તેમણે કોઠારી પેટ્રોકેમિકલ્સ અને કોઠારી સેફ ડિપોઝીટ નામની વધુ બે કંપનીઓનું વિસ્તરણ કરીને તેમની કંપનીનો વિસ્તાર કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીના કોઠારીની કુલ સંપત્તિ 52.4 કરોડ રૂપિયાથી વધુ છે.

અહીં વાત કરવામાં આવી છે અંબાણી પરિવારના એવા ચહેરાઓની જે લાઈમ લાઈટથી દૂર રહેતા આવ્યાં છે. એ ચહેરાઓમાંથી એક છે મુકેશ અને અનિલ અંબાણીની બહેન દીપ્તિ સલગાંવકર. દીપ્તિ ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. કાયદાનો અભ્યાસ કર્યા પછી, તેણીએ તેના ભાઈ મુકેશ અંબાણીના મિત્ર દત્તરાજ સલગાંવકર સાથે લગ્ન કર્યા. દત્તરાજ ગોવાના જાણીતા બિઝનેસમેન છે. ધંધાની સાથે દત્તરાજ સલગાંવકર ફૂટબોલ ટીમનો હિસ્સો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપ્તિ પાસે લગભગ 1 બિલિયન ડોલરની સંપત્તિ છે. જે હંમેશાં લાઈમલાઈટથી દૂર રહે છે. 

અભ્યાસ બાદ તેણે પોતાની કંપની Dysco શરૂ કરી. Dysco એક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જેની સીઓઓ ક્રિશા શાહ છે. આ સિવાય તે તેના પિતાની કંપનીમાં ડાયરેક્ટર તરીકે પણ કામ કરે છે. અહીં વાત કરવામાં આવી છે અંબાણી પરિવારના એવા ચહેરાઓની જે લાઈમ લાઈટથી દૂર રહેતા આવ્યાં છે. એ ચહેરાઓમાંથી એક છે અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અનિલ અંબાણીની પત્ની ક્રિશા શાહ. ક્રિશા શાહ હંમેશા મીડિયાના કેમેરાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી પાસઆઉટ થયેલી ક્રિશા પોતાની સોશિયલ નેટવર્કિંગ કંપની ચલાવે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link