Photos : AMCની ચૂંટાયેલી પાંખ V/s વહીવટી પાંખ : કામને બાજુએ મૂકી રમતો રમ્યા

Sat, 09 Feb 2019-4:33 pm,

આ દ્રશ્યો છે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી આ મેચના. એએમસી દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મ્યુનિસિપલ અધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ. જેમાં બંન્ને ટીમો તરફથી ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો. મેચની શરૂઆત મેયર બીજલ પટેલ દ્વારા બેટિંગ કરીને કરવામાં આવી. જેમાં મેચનો સત્તાવાર પ્રારંભ થયો. કમિશ્નર ટીમ તરફથી રમતા ડેપ્યુટી કમિશ્નર અને અન્ય કક્ષાના અધિકારીઓએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી. જ્યાં તેઓએ 69 રન કર્યા. અત્યંત રસાકસી ભરી મેચમાં મેયર ટીમનો 4 રનથી પરાજય થયો. તો આ તરફ પ્રેક્ષક ગેલેરીમાં મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેન સહીતના હોદ્દેદારોએ કોમેન્ટરી કરી ભરપૂર મજા માણી. રોજબરોજના કામને બાજુએ મૂકી અધિકારીઓ અને નેતાઓએ ભરપૂર મનોરંજન માણ્યું હતું.

એક તરફ મેચ ચાલી રહી હતી, તો બીજી તરફ મહિલા કોર્પોરેટર માટે નંબર વાળા બોર્ડ પર બોલથી નિશાન તાંકવાની ગેમ પણ રમાઇ. 10 ફૂટના અંતરે રાખવામાં આવેલા નંબરવાળા બોર્ડ પર તેઓ ટેનિસ બોલથી મહત્તમ પોઇન્ટ મેળવવા પ્રયાસ કર્યો હતો.  મહિલા બાદ પુરુષ કોર્પોરેટર્સ પણ આ જ રમત રમતા જોવા મળ્યા હતા.

આ રમત બાદ તુરંત બાસ્કેટબોલની ગેમ પણ રમવામાં આવી. કે જ્યા એક પોલ ઉપર બાસ્કેટ બાંધીને તેમાં બોલ નાંખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.. આ રમત સમયે પણ તમામ લોકોએ ભરપૂર મજા માણી

ઉલ્લેખનીય છેકે રમતોની શરૂઆત સમયે એએમસીના અધિકારીઓની જગ્યાએ ફાયરબ્રીગેડના કર્મચારીઓએ ભાગ લેતા મેયર થોડા ગુસ્સે થયા હતા. પરંતુ બાદમાં અન્ય અધિકારીઓએ ભાગ લેતા મામલો થાડે પડ્યો. આમ રોજબરોજ એકબીજા સાથે લોકપયોગી કામોને લઇને રમત રમતા અધિકારીઓ અને નેતાએ રમતના મેદાનમાં એક બીજાને અજમાવ્યા. જેમાં અધિકારીઓ મેદાન મારી ગયા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link