Photos: કેનેડાના જંગલો ભીષણ આગની ઝપેટમાં, દમ ન્યૂયોર્કનો નીકળવા લાગ્યો
કેનેડાના જંગલોમાં લાગેલી આગના ધૂમાડાએ બુધવારે ન્યૂયોર્કને રેકોર્ડ બ્રેકિંગ એપોકૈલિપ્ટિક સ્મોગથી ઢાંકી દીધુ. જંગલમાં લાગેલી આગના કારણે હજારો લોકોએ પોતાના ઘરો પણ ખાલી કરવા પડ્યા છે.
ધૂમાડાના કારણે કેનેડા અને ન્યૂયોર્કના લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કરી દીધુ છે. કેનેડા સાથે જોડાયેલા રાજ્યોમાં આ ધૂમાડો ફેલાયો છે. ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર કૈથી હોચુલે તેને ઈમરજન્સી સંકટ ગણાવ્યું.
કેનેડાના જંગલની વિનાશકારી આગે 20000થી વધુ લોકોને વિસ્થાપિત કરી દીધા. લગબગ 3.8 મિલિયન હેક્ટર જમીનને બાળી મૂકી. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડામાં અત્યાર સુધીની સૌથી ભીષણ જંગલની આગની મૌસમ છે.
સ્થાનિક નેતા ફ્રેંકોઈસ લેગોલ્ટે કહ્યું કે કેનેડામાં 11000થી વધુ સ્થાનિક લોકોને પહેલેથી જ ક્યૂબેક પ્રાંતથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. જે હવે આફતનું કેન્દ્ર છે. બુધવાર વધુ કાઢવામાં આવનાર છે.
બિગ એપ્પલના મેયરે લોકોને ઘરની અંદર જ રહેવાનો આગ્રહ કર્યો. કારણ કે પ્રદૂષણની મોટી ચાદર મેનહટ્ટનની પ્રસિદ્ધ ગગનચુંબી ઈમારતો પર ફેલાયેલી છે. ન્યૂયોર્ક શહેરના પબ્લિક સ્કૂલો પણ બંધ કરી દેવાઈ છે.