વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતમાં થશે વરસાદનું આગમન! આ વિસ્તારોમાં ખતરો, જાણો અંબાલાલની આગાહી

Thu, 28 Nov 2024-4:14 pm,

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈછે.  અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે. 

ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક થી બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. હાલ પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે.   

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.

બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાકથી વધીને 80 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. સવાર સુધી બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે પછીથી વધીને 85 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.

સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ 26થી 28 નવેમ્બર સુધી તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરેલી છે. ત્યારબાદ એનડીઆરએફની ચોથી ટુકડીની 7 ટીમોને તરત તૈનાત કરાઈ. આ ટીમમાં 30 બચાવકર્મી સામેલ છે. તોફાનની અસર 1 અને 2 ડિસેમ્બરે પણ જોવા મળી શકે છે. 

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન મંગળવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે અને તેની તીવ્રતા વધશે. ત્યારપછી, તે આગામી બે દિવસમાં શ્રીલંકાના કિનારાને અડીને આવેલા તમિલનાડુના કિનારા તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે. જેના કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 29 નવેમ્બરથી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link