કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉજવી ઉત્તરાયણ, વાઘાણીએ પકડી ફિરકી, જુઓ PHOTOS
અમિત શાહની મુલાકાતને લઈને સ્થાનિકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શાહની ઉપસ્થિતિને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ હતો.
અમિત શાહને સ્થાનિક મહિલાઓએ બોર ચખાડ્યા હતાં.
અમિત શાહ સાથે પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ હાજર રહ્યાં હતાં.
અમિત શાહ પતંગની ભરપૂર મજા માણતા જોવા મળ્યાં. તેમની સાથે પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પણ ફિરકી પકડીને ગુફ્તગુ કરતા જોવા મળ્યા હતાં.
અમિત શાહનું ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશો દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
પતંગની મજા માણતા અગાઉ ગૃહમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરે તેમણે મહત્વની બેઠક પણ યોજી હતી.
સંગઠનમાં ફેરબદલ અગાઉ મળેલી આ બેઠકમાં જિતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં.