બચ્ચનપરિવારનું ભવ્ય દિવાળી સેલિબ્રેશન, જયા સાથે માણી તારામંડળની મોજ

Thu, 08 Nov 2018-12:11 pm,

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ બની રહી છે. 

ઘરની દિવાળી પૂજામાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યા એકબીજા સાથે જોવા મળ્યા. પૂજા દરમિયાન પરિવારે ટ્રેડિશનલ ભારતીય કપડાં પહેર્યા હતા. 

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે તારામંડળની મોજ માણતા જોવા મળ્યા હતા.તેઓ મેડ ફોર ઇચ અધર લાગતા હતા. આ બંને ગોલ્ડન રંગના ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. 

દિવાળીના તહેવારના દિવસે અભિષેક,ઐશ્વર્યા અને આરાધ્યા પરિવાર સાથે જોવા મળ્યા હતા. આરાધ્યા ટ્રેડિશનલ ડ્રેસમાં સુપરક્યુટ લાગી રહી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link