Amitabh Bachchan Birthday : બિગ-બીએ સુરતીઓને આપી સરપ્રાઈઝ, પોતાના જન્મદિને વર્ચ્યુઅલી જોડાઈને વાત કરી

Wed, 11 Oct 2023-11:05 am,

અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ત્યારે સુરતમાં તેમના એક ચાહક અને સુનિલ શાહે એક્ઝિબિશન સહિત એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં અમિતાભ બચ્ચન વર્ચ્યુઅલી જોડાયા હતા. પરંતુ અમિતાભ બચ્ચનને કેક ન કાપવાની અપીલ કરી દીધી હતી. આ વિશે તેઓએ જણાવ્યું હતું કે તેમના ચાહકો કેક ન કાપે.   

તેઓએ જ્યારે વર્ચ્યુઅલી જોડાયા હતા ત્યારે લોકો સાથે વાતચીત કરી હતી. કેક આવે અને તેમના ચાહકો કેક આપે તે પહેલા આજે તેઓએ ચાહકોને રોકીને કહ્યું હતું કે, હુ કેક કાપવામાં વિશ્વાસ કરતો નથી. તમે લોકો પોતાનો મૂળું મીઠું કરી લેજો. ગુજરાતમાં સારી મીઠાઈઓ બનતી હોય છે. કેક મારી સમજણમાં આવતું જ નથી. અનેક વાર કીધું છે કે એક આવે છે લોકોને સળગાવે છે અને તેને ફુક મારી દે છે અને બુજાવી દે છે. અમારી સભ્યતા માં દિવડા ઓલવવામાં આવતું નથી. દીવડો હંમેશા પ્રજ્વલિત થાય છે આ પ્રથા મને પસંદ નથી.

11 ઓક્ટોબર ના રોજ બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે અને દેશભરમાં તેમના ચાહકો પોતપોતાની રીતે જન્મ દિવસની ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે સુરત ખાતે પણ તેમના એક ચાહક દ્વારા ખાસ રીતે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહને બિગ દિવસે દ્વારા આપવામાં આવેલા ઉપહાર જેમાં સુટ, લખેલા પત્રો ચીજ વસ્તુઓ સહિત ઓટોગ્રાફ કરેલી ટીશર્ટની પ્રદર્શની કરવામાં આવી રહી છે. 

સુરતના અડાજન વિસ્તાર ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે બોલિવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનની અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અમિતાભ બચ્ચનના 81મો જન્મદિવસ છે. આમ તો તેમના દુનિયાભરમાં લાખો ચાહકો છે અને તેઓ પોત પોતાની રીતે તેમની જન્મદિવસની ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે સુરત ઉદ્યોગપતિ સુનિલ શાહ પણ બીગ બી ના મોટા ચાહક છે. અમિતાભ બચ્ચનને તેઓ ઘણી વખત મળી ચૂક્યા છે. એટલું જ નહીં અમિતાભ બચ્ચનને તેમને પત્ર પણ લખ્યા છે જે રીતે તેઓ તેમના ઘણા ચાકોને લગતા પણ હોય છે.

બિગબીએ સિગ્નેચર કરેલી ટીશર્ટ પણ તેમને ગિફ્ટ માં આપી છે. બિગ બોસ સેટ પર જે તેઓ સૂટ પહેરતા હોય છે. તેમાંથી ઘણા સૂટ પણ તેઓએ સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહેને ભેટ કર્યા છે. આ તમામ કલેક્શન એક જગ્યાએ એકત્ર કરી હવે સુનિલ શાહ તેમના જન્મદિવસ પર લોકો આ વસ્તુઓ નિહાળી શકે આ માટે એક્ઝિબિશન પણ કરવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનના એક્ઝિબિશન પહેલા પોતે લાઈવ જોડાયા હતા અને સુનીલ શાહ થી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link