PHOTOS: સુપર સાયક્લોન AMPHANની દહેશત! હજુ તો ત્રાટકે તે પહેલા જ જુઓ કેવા થયા હાલ

Wed, 20 May 2020-12:48 pm,

ઓડિશાના ચાંદીપુરમાં સુપર સાયક્લોન અમ્ફાન આવતા પહેલા જ ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ મૂશળધાર વરસાદ પણ શરૂ થયો છે. 

જેમ જેમ સુપર સાયક્લોન અમ્ફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારો નજીક આવી રહ્યું છે તેમ તેમ પવનની ઝડપ વધી રહી છે અને ભયંકર વાવાઝોડા સાથે વરસાદ ચાલુ છે. 

પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણાના કેનિંગથી સુંદરવનના ગોસાબા બાસંતી ઝોડખાલી સુંદરવન કાંઠા વિસ્તારોમાં સતત ચોંકીપહેરો રાખવામાં આવી રહ્યો છે અને સમુદ્રનું પાણી હવે વધુ હીલોળે ચઢ્યું છે. પ્રશાસન દ્વારા સમુદ્ર કિનારે વસેલા લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. આ વિસ્તારોમાં લોકોને મનમાં ડર પેસ્યો છે કે હવે આગળ શું થશે. 

સુપર સાયક્લોન અમ્ફાન વર્ષ 2009ના 25 મેના રોજ આવેલા આઈલા તોફાનને પણ પાછળ છોડશે. સમુદ્ર કિનારે સ્થિતિ રહેણાંક વિસ્તારોથી લોકોને હટાવવાનું કામ પૂરુ થઈ ગયું છે. 

વર્ષ 1999માં ઓડિશામાં આવેલું મહાચક્રવાત બાદ અમ્ફાન બંગાળની ખાડીમાં આવેલું બીજુ આવું ચક્રવાત છે. 

મંગળવારે મોડી રાતે ઓડિશા-બંગાળ બોર્ડર પર દીઘાના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવાનું કામ પૂરું થઈ ગયું છે. અમ્ફાન સામે મુકાબલો કરવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે. 

એનડીઆરએફના પ્રમુખ એસ એન પ્રધાને મંગળવારે કહ્યું હતું કે ચક્રવાત અમ્ફાનથી પેદા થનારી કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની કુલ 41 ટીમો તૈનાત છે. 

અમ્ફાન ગણતરીના કલાકોમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટ પર પહોંચવાનું છે. તે ખુબ જ પ્રચંડ વાવાઝોડું હશે. તેનાથી ભારે નુકસાન થવાની ભીતિ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link