આ ગામ ગજબનું સુંદર....પણ નામ સાંભળતા જ લોકો શરમથી લાલચોળ થઈ જાય છે, ખાસ જુઓ PHOTOS

Sat, 28 Nov 2020-10:03 am,

મધ્ય યુરોપ(Central Europe)માં આવેલા ઓસ્ટ્રિયાના એક ગામના લોકો આવનારા નવા વર્ષ 2021માં પોતાની ઓળખ બદલવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રિયાનું આ ગામ જર્મનીની સરહદની એકદમ નજીક છે. ખુબ ઓછી વસ્તી હોવા છતાં આ ગામ પોતાના નામના કારણે ચર્ચામાં હતું. 

જાણકારોનું માનવું છે કે ઓસ્ટ્રિયાના આ ગામની સ્થાપના 6ઠ્ઠી શતાબ્દીમાં થઈ હતી. હવે આ ગામના લોકો પોતાનું નામ બદલવા જઈ રહ્યા છે. 

નામ બદલવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસનની વેબસાઈટ પર પોસ્ટ થયો હતો. તેની પુષ્ટિ સ્થાનિક મેયરે પોતે કરી છે. ઓસ્ટ્રિયાના આ ખુબસુરત ગામનું નામ જે પહેલા 'Fucking' હતું તે હવે 'Fugging' થઈ જશે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ મેયર એન્ડ્રિયા હોલ્ઝનરે (Mayor Andrea Holzner)એ ગામના નામમાં ફેરફારની પુષ્ટિ કરી છે. મેયરે એ પણ જણાવ્યું કે સ્થાનિક પરિષદ દ્વારા નક્કી કરાયેલા પોઈન્ટને લઈને નામમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 

નામમાં થનારા આ ફેરફાર 1 જાન્યુઆરી 2021ના રોજ લાગુ થશે. હવે તેનું નામ પહેલાના નામ ફકિંગ'Fucking' ની જગ્યાએ ફગિંગ(Fugging) થઈ જશે. મેયર એન્ડ્રિયાએ પોતે આ જાણકારી ઓસ્ટ્રિયન ન્યૂઝ બ્રોડકાસ્ટર  Oe24 સાથે વાતચીત દરમિયાન શેર કરી હતી. 

આ ગામની વસ્તી માત્ર 100 લોકોની છે અને બધાએ નામ બદલવા પર વિચાર કર્યો તો વાત વોટિંગ સુધી પહોંચી ગઈ. 

અત્રે જણાવવાનું કે આ ગામને અજબ ગજબ નામવાળી યાદીમાં લાંબા સમયથી જગ્યા મળેલી છે. 

 

વર્ષ 2001માં થયેલી વસ્તીગણતરી મુજબ અહીંની વસ્તી માત્ર 93 હતી. સમય પસાર થયો પણ વસ્તીમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. 

વર્ષ 2005 સુધીમાં તો અહીં માત્ર 32 ઘર હતા. લોકોમાં ગામનું નામ બદલવાને લઈને સામાન્ય સહમતિ બની ગઈ છે. 

આશા છે કે ગામનું નામ બદલાવવાથી લોકો તો રાહતનો શ્વાસ લેશે પરંતુ તે પર્યટકોનું શું થશે જેઓ માત્ર 'Fucking' સાઈન બોર્ડ સાથે ફોટો ખેંચાવવા માટે અહીં લાંબા થતા હતા...તે તો હવે સમય જ જણાવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link