મહંત નરેન્દ્ર ગિરિ સાથે સંપત્તિ વિવાદથી સિડનીમાં જેલવાસ સુધી, આ છે આનંદ ગિરિના મોટા વિવાદ

Wed, 22 Sep 2021-12:53 pm,

મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri)ના શિષ્ય આનંદ ગિરિ (Anand Giri)નો વિવાદો સાથે જૂતો નાતો રહ્યો છે. તેઓ એકવાર ચર્ચામાં આવી ચૂક્યા છે. આ પહેલા ઘણીવાર આનંદ ગિરિ પર ઘણા ગંભીર આરોપ લાગી ચૂક્યા છે.

એક સમયે આનંદ ગિરિ મહંત નરેન્દ્ર ગિરિની ખૂબ જ નજીક હતા. પરંતુ વિવાદોના પગલે મહંત નરેન્દ્ર ગિરિ સાથેનું તેમનુ અંતર વધતુ ગયું. તે સમયે મહંત નરેન્દ્ર ગિરિએ કહ્યું હતુ કે, ઘણા સમયથી આનંદ ગિરિ પર નજર રાખવામાં આવી રહી છે.  

આનંદ ગિરિ ઉત્તરાખંડના રહેવાસી છે અને નિરંજની અખાડાના સભ્ય હતા. આ વર્ષે તેમના પર સંત પરંપરાનું નિર્વહન યોગ્ય રીતે ન કરવાનો અને પોતાના પરિવાર સાથે સંબંધ યથાવત્ રાખવાનો આરોપ લાગ્યો હતો. તેમના પર ચઢાવાના પૈસા પોતાના પરિવાર પાછળ ખર્ચ કરવાનો આરોપ લગાવાયો. ત્યારબાદ તેમને અખાડામાંથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યા.

અખાડામાંથી નિષ્કાસિત કર્યા બાદ આનંદ ગિરિ (Anand Giri)એ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાના ગુરુ નરેન્દ્ર ગિરિ પર પલટવાર કર્યો હતો. તેમણે મહંત નરેન્દ્ર ગિરિ પર મઠની જમીન વેચવાનો આરોપ લગાવ્યો હતો.

આનંદ ગિરિ (Anand Giri)એ આ વર્ષે મે મહિનામાં ગુરુ મહંત નરેન્દ્ર ગિરિ Mahant Narendra Giri)નાં પગ પકડીને માફી માગી હતી. જ્યાર બાદથી બંને વચ્ચેનો વિવાદ પૂરો થઈ ગયો હતો. સાથે જ આનંદ ગિરિએ નિરંજની અખાડાના પંચ પરમેશ્વરની પણ માફી માગી હતી. ત્યારબાદથી મહંત નરેન્દ્ર ગિરિએ આનંદ ગિરિ પરથી બધા પ્રતિબંધ હટાવી દીધા અને મઠ તથા પ્રયાગરાજના હનુમાન મંદિરોમાં જવાની મંજૂરી આપી હતી.

આનંદ ગિરિ (Anand Giri) પર વર્ષ 2019માં બે વિદેશી મહિલાઓએ છેડતી કરવાનો કેસ નોંધાયો હતો. ઓસ્ટ્રેલિયામાં મહિલાઓને યોગ શિખવાડવાના બહાને છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. કેસ નોંધાયા બાદ પોલીસે આનંદ ગિરિની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેના પગલે આનંદ ગિરિને થોડા સમય માટે જેલમાં રહેવાની ફરજ પડી હતી. જોકે કોર્ટે બાદમાં, આનંદ ગિરિને નિર્દોષ ગણાવીને જેલ મુક્ત કર્યા હતા અને ભારતમાં પાછા ફરવાની મંજૂરી આપી હતી. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહંત નરેન્દ્ર ગિરીની મોતના મામલામાં 8 લોકોને લાઈ ડિટેક્ટર ટેસ્ટ (Lie Detector Test) કરવામાં આવશે.

પોલીસે ઉત્તરાખંડના હરિદ્વારથી આરોપી આનંદ ગિરીની ધરપકડ કરી લીધી છે. હાલ આ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link