આનંદ મહિંદ્વાએ Twitter પર કરેલો વાયદો નિભાવ્યો, જાણીને તમે પણ કરશો સલામ
સોશિયલ મીડિયા આજના સમાજનું દર્પણ થઇ ગયું છે. તેના પાવરનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે આ કોઇપણ સામાન્ય વ્યક્તિને લાઇમલાઇટમાં લાવવાની તાકાત ધરાવે છે. જો તમને યાદ હોય તો થોડા દિવસો પહેલાં એક પોસ્ટ વાયરલ થઇ હતી જેમાં એક જૂતા રિપેર કરનાર માણસ અને તેની દુકાન પર લાગેલું રસપ્રદ પોસ્ટર 'જૂતો કે ડોક્ટર'નું સ્લોગન ખૂબ વાયરલ થયું હતું.
જી હાં, આ 'જૂતાના ડોક્ટર'ને પોતાની હોસ્પિટલ મળી ગઇ છે અને તેને ગિફ્ટ કરનાર બીજું કોઇ નહી જાણીતા બિઝનેસમેન આનંદ મહિંદ્વા છે. આનંદ મહિંદ્વાએ પોતાના ટ્વિટર એકાઉંટ પર એક પોસ્ટ શેર કરતાં આ વાતની જાણકારી આપી છે.
આનંદે એક વીડિયો શેર કરતાં જણાવ્યું કે તેમની ટીમ નરસી રામને મળી અને તેમને જણાવ્યું કે તે તેમના કામમાં રોકાણ કરવા માંગે છે. નરસી રામે કહ્યું કે તે એક નાનકડી દુકાન ઇચ્છે છે. આનંદ મહિંદ્વાની ટીમમાં એક ખૂબ જ સુંદર પોર્ટેબલ શોપ ડિઝાઇન કરી છે જેને નરસી રામ સુધી પહોંચાડવામાં આવી છે.
નરસી રામની આ શોપનું નામ 'જખ્મી જૂતાં કા હોસ્પિટલ' છે. આનંદ મહિંદ્વાના આ કામને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આનંદ મહિંદ્વાએ આ વીડિયોને શેર કર્યો છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમની પોસ્ટને 4 હજાર લાઇક્સ અને હજાર રિ-ટ્વિટ્સ થઇ ચૂકી છે.
તમને જણાવી દઇએ કે હરિયાણાના જીંદમાં નરસીરામ પોતાની દુકાન લગાવતા હતા. દુકાનની સૌથી ખાસ વાત એ હતી કે તેના પર લાગેલું બેનર જેના પર 'જૂતો કા ડોક્ટર'' લખ્યું હતું. સાથે જ બેનરમાં હોસ્પિટલની માફક ઓપીડી સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી, લંચ બપોરે 1 થી 2 વાગ્યે અને સાંજે 2 થી 6 વાગ્યા સુધી હોસ્પિટલ ખુલી રહેશે. દરેક પ્રકારના જૂતા જર્મન ટેક્નોલોજીથી રિપેર કરવામાં આવે છે.
તેમની કલાત્મક ક્ષમતાથી સામાન્ય લોકો જ નહી આનંદ મહિંદ્વા પણ ઇમ્પ્રેસ થયા અને તેમના કામમાં ઇનવેસ્ટ કરીને તેમનો બિઝનેસ સેટ કરવામાં મદદ કરી.