15 હજાર વિદ્યાર્થીઓએ E-fast માટે શપથ લીધા, હવે મોબાઈલ પાછળ સમય નહિ બગાડે
આજે નાના બાળકથી લઈને મોટેરાઓ મોબાઈલ પાછળ વ્યસ્ત જોવા મળે છે, જેના કારણે અરસ પરસનું કોમ્યુનિકેશન ઘટી રહ્યું છે, અને તેના કારણે યુવા પેઢીનું માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. ત્યારે બાળકોમાં મોબાઈલનું બિનજરૂરી ઉપયોગ બંધ થાય તે માટે બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવવા માટે ખંભાતની કોમર્સ કોલેજના અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઇ ફાસ્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પાંચ તાલુકાની 25 થી વધુ શાળાઓમાં જઈને બાળકોને મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ટાળવા તેમજ મોબાઈલનો દિવસમાં 6 કલાક માટે ઉપયોગ નહીં કરવા ઇ ફાસ્ટ એટલે કે મોબાઈલ ઉપવાસ કરી સોશ્યલ મીડિયાથી દૂર રહેવા માટે શપથ લીધા હતા