પાળતૂ શ્વાનના કેન્સરની સફળ સર્જરી, તસવીરોમાં જુઓ કેવી રીતે કરાયું ઓપરેશન

Sun, 16 Jul 2023-5:18 pm,

આણંદની વેટરનરી કોલેજનાં પશુ ચિકિત્સા કેન્દ્રનાં પશુ ચિકિત્સકો દ્વારા પાળતુ શ્વાનમાં લીમ્ફોમાં કેન્સરની ટયુમરનું સફળ ઓપરેશન કરી શ્વાનને નવજીવન આપ્યું છે. જો કે ખાસ કરીને પાળતુ પશુઓમાં જોવા મળતા કેન્સર અંગે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સરની જેમ માદા શ્વાનમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વઘી રહ્યું છે, અને તેનાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે.  

રાજયમાં શ્વાન બિલાડી સહીત પાળતુ પશુઓમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આણંદ શહેરમાં વેટરનરી કોલેજનાં પશુ ચિકિસ્તકો દ્વારા બિગલ પ્રજાતિનાં શ્વાનને લીમ્ફો કેન્સરની ટયુમરનું નિદાન કરી તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હવે તેને 21 દિવસ બાદ કિમોથેરાપી આપવામાં આવશે.વડતાલનાં હિતેશભાઈ પરમારનાં પાળતુ શ્વાનમાં આજથી એક માસ પૂર્વે ટયુમર જોવામાં આવી હતી. જેથી તેઓએ આણંદની વેટરનરી કોલેજનાં પશુ ચિકિત્સાલય ખાતે પરિક્ષણ કરાવતા વેટરનરી સર્જરી ચિકીત્સાલયનાં વડા પી વી પરીખએ પરિક્ષણ કરતા શ્વાનમાં લિમ્ફો કેન્સરની ગાંઠ હોવાનું જણાયું હતું અને ગાંઠ ધીમે ધીમે વધતી જઈ રહી હોઈ શ્વાનનાં જીવનું જોખમ હતું. જેથી તેઓએ તાત્કાલિક ઓપરેશન કરી શ્વાનમાંથી લિમ્ફો કેન્સરની ટયુમર દુર કરી હતી.

13 વર્ષનાં પાલતુ નર શ્વાનને પાછળનાં પગનાં ભાગે કેન્સરની ગાંઠ હતી. છેલ્લા એક માસથી સતત તેના કદમાં વધારો થતો હતો, ત્યારે શ્વાનના માલિક દ્વારા આણંદનાં પશુ ચિકિત્સક ડો પી.વી પરીખનો સંપર્ક કરતાં પશુ ચિકિત્સકે ઓપરેશન કરવાની સલાહ આપી હતી. આ સર્જરી સામાન્ય નહોતી. જેથી કેન્સરગ્રસ્ત શ્વાનને વેટરનરી કોલેજનાં સર્જરી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના પગનાં ભાગે ગાંઠ જોઈને પશુ ચિકિસ્તક ચોંકી ગયા હતા. આ કેસમાં જો કેન્સરગ્રસ્ત ભાગ કાઢવામાં ના આવે તો પગનાં ભાગેથી અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શક્યતા હતી. આ સ્થિતિમાં પગનાં ભાગમાંથી ઓપરેશન કરી ગાંઠ કાઢવી જરૂરી હતી. જેથી શુ ચિકિત્સક અધિકારી ડૉ.પી વી પરીખ દ્વારા તાત્કાલિક ઓપરેશન કરી કેન્સરની ગાંઠ દુર કરીને શ્વાનને નવજીવન આપ્યું હતું.   

વેટરનરી કોલેજનાં સર્જરી વિભાગનાં વડા ડૉ. પી વી પરીખએ જણાવ્યું હતું કે માણસો કરતા પશુઓમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, છેલ્લા એક વર્ષમાં જો વાત કરવામાં આવે તો ગુજરાતનાં જુદા જુદા શહેરોમાથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી કેન્સરગ્રસ્ત શ્વાન સહીતનાં પશુઓને લાવવામાં આવ્યા હતા અને એક વર્ષમાં 100 જેટલા પશુઓની કેન્સર સર્જરી કરવામાં આવી છે. અને જે રીતે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળી મળે છે. તે રીતે માદા શ્વાનમાં બ્રેસ્ટ કેન્સરનાં કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે, જે ચિંતાજનક છે.

શ્વાન, બિલાડી સહીતનાં પશુઓમાં જે રીતે કેન્સરનાં કેસો વધી રહ્યા છે, તે અંગે તેઓ દ્વારા હાલમાં સંસોધન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પાળતુ શ્વાન કે બિલાલીને જે તૈયાર પેટ ફુડ આપવામાં આવે છે, તેમાં કોઈ કેમિકલ આવે છે કે કેમ કે જેનાંથી કેન્સર થઈ શકે તેનાં પર પણ સંશોધન ચાલી રહ્યું છે, જો કરે પશુઓમાં થતા કેન્સર પાછળનું કારણ તો સંશોધન પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link