Photos: એન્ટીલિયાના રસોડામાં અંબાણી પરિવાર માટે કેવી રીતે બને છે રોટલી? રીત જાણીને દંગ રહી જશો

Thu, 18 Jul 2024-4:16 pm,

દેશના સૌથી રઈસ પરિવાર હોવાના કારણે દરેક જણ અંબાણી પરિવાર વિશે જાણવામાં રસ ધરાવે તે સ્વાભાવિક છે. તેમના વિશે જે પણ જાણકારી સોશિયલ મીડિયામાં આવે છે લોકો તેના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે. 

અંબાણી પરિવારની વાત કરીએ તો અબજપતિ હોવા કારણે તેમની લાઈફસ્ટાઈલ પણ એકદમ લક્ઝરી છે. ગાડીથી લઈને કપડાં, મોબાઈલ, હેલિકોપ્ટર, પ્લેન બધુ જ આલીશાન છે. પરંતુ વાત જ્યારે ભોજનની આવે તો આ પરિવાર એકદમ સાદુ ભોજન કરવાનું પસંદ કરે છે. 

અંબાણી પરિવારમાં ગુજરાતી શાકાહારી થાળી સૌથી વધુ પસંદ કરાય છે. મુકેશ અંબાણી પોતે દાળ, ભાત, શાક, રોટલી, અને હળવું સલાડ ખાવાનું પસંદ કરે છે. આ સાથે જ લસ્સી કે છાશ પણ ભોજનનો ભાગ હોય છે. બ્રેકફાસ્ટમાં જ્યૂસ પીવાનું પસંદ કરે છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ અંબાણી પરિવારમાં રોટલી હાથથી નથી બનતી પરંતુ મશીનથી બને છે. તેના 2 કારણ છે. એક તો સ્વચ્છતા અને બીજું કારણ એ છે કે એન્ટીલિયામાં 400થી વધુ લોકો કામ કરે છે અને તે બધા માટે પણ રોટલી આ મશીનથી બને છે. 

આ રોટી મેકિંગ મશીનથી એક જ વખતમાં ઢગલો રોટલી બની જાય છે. આ મીશનમાં માણસનો કોઈ ટચ હોતો નથી. તેમાં લોટ અને પાણી ચોક્કસ માપમાં નાખી દેવાય છે અને ત્યારબાદ તે મશીન પોતાની જાતે જ લોટ બાંધીને તેના લુઆ કરી નાખે અને પછી તે લુઆ આપોઆપ ફૂલેલી રોટલી બનીને બહાર આવી જાય છે. 

અંબાણી પરિવારની સેવામાં જેટલા પણ લોકો હાજર હોય છે તેની કદર કરવામાં મુકેશ અંબાણી જરાય કસર છોડતા નથી. એન્ટીલિયામાં રહેતા તમામ કર્મીઓનું ભોજન અને અન્ય સુવિધાઓ એકદમ ફ્રી છે. તેઓ પોતાના સ્ટાફને પગાર પણ જબરદસ્ત આપે છે. તેમના શેફનો પગાર 2 લાખ રૂપિયા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link