ફૂલોથી શણગારેલી કાર, 10 કરોડની ગાડીમાં રાધિકા સાથે લગ્ન કરવા પહોંચ્યો અનંત અંબાણી, જુઓ જાનના PHOTOS
ઓરેન્જ કલરની આ ચમકતી કાર ફૂલોની ચાદરથી ઢાંકેલી જોવા મળી છે. કારને સુંદર રીતે શણગારવામાં આવી છે. કારના બોનેટ પર સ્વસ્તિક બનાવવામાં આવ્યું છે.
આ કારને શણગારવામાં મોગરાનો ઉપયોગ થયો છે. આ સાથે લાલ અને નારંગી કલરના ફૂલનો ઉપયોગ કારને ડેકોરેટ કરવામાં આવ્યો છે. આ ગાડીમાં આગળની તરફ અનંત બેઠો છે.
અનંત અંબાણી જે કારમાં રાધિકાને લેવા માટે પહોંચ્યો છે તેની કિંમત કરોડોમાં છે. આ કાર રોલ્સ રોયસની છે, જેની કિંમત 8-10 કરોડ રૂપિયા છે.
લગ્નમાં વરરાજા અનંત અંબાણીએ ગોલ્ડન અને ઓરેન્જ કલરની શેરવાની પહેરી. આ સાથે વ્હાઇટ કલરનો પજામો પહેર્યો છે. ખાસ વાત છે કે શેરવાની સાથે અનંતે સ્પોર્ટસ શૂઝ પહેર્યાં છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે.
અનંત અંબાણી એન્ટીલિયાથી બહાર આવતાની સાથે જ આસપાસ કડક સુરક્ષા જોવા મળી હતી. અનંત અને રાધિકાના લગ્ન Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થઈ રહ્યા છે. આ લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ હાજરી આપશે.