અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનાના લખાયા લગ્ન, નીતા અંબાણી, ઈશા અંબાણીનો લુક છે જોવા જેવો, જુઓ photo

Mon, 19 Feb 2024-11:29 am,

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગન લખાણની તસ્વીરો વાયરલ થઈ રહી છે. આ પ્રિ વેડિંગ સેરેમનીમાં નીતા અંબાણી, ઈશા અંબાણી અને રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. 

અનંત અંબાણીના લગ્ન લખવાની સેરેમનીમાં નીતા અંબાણીએ અનામિકા ખન્નાના કલેક્શનમાંથી એક લેહેંગો પસંદ કર્યો હતો. સાથે તેણે ઘરચોડાની ઓઢણી ઓઢી હતી. નીતા અંબાણીએ તેના લુકને ગુજરાતી ટચ આપ્યો હતો અને તેમાં તે સુંદર લાગી રહ્યા હતા. 

અનંત અંબાણીની પ્રિવેડિંગ સેરેમની માટે ઈશા અંબાણીએ પણ અનામિકા ખન્નાના આઉટ ફીટને પસંદ કર્યા હતા. ઈશા અંબાણીએ દોરી વર્ક વાળો લહેંગો પસંદ કર્યો હતો. સાથે તેને પણ ઘરચોળાની ઓઢણી ઓઢી હતી. આ ઓઢણી પર સ્વદેશી કારીગરોએ હસ્તકલા કરી છે. આ લહેંગા સાથે ઈશા અંબાણીએ તેની માતા નીતા અંબાણીના ઇયરિંગ્સ અને નેકપીસ પહેર્યા હતા.

લગ્ન લખાણમાં રાધિકા મર્ચન્ટે પણ અનામિકા ખન્નાના પેસ્ટલ બ્લુટોન લેહંગાને પસંદ કર્યો હતો. રાધિકા મર્ચન્ટ આઉટ ફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાધિકા મર્ચન્ટે તેના લુકને થ્રી લેયર નેક પીસ સાથે કમ્પ્લીટ કર્યો હતો. સાથે જ તેને ડાયમંડનો માંગ ટીકો લગાવ્યો હતો. 

29 ડિસેમ્બર 2022 ના રોજ નાથદ્વારામાં પરિવારના સભ્યો વચ્ચે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન નક્કી થયા હતા. જ્યારે આ કપલ જુલાઈ 2024 ના અંતમાં લગ્નના બંધનમાં બંધાશે. તે પહેલા માર્ચ મહિનાની શરૂઆતમાં જામનગર ખાતે તેમની પ્રિ વેડિંગ સેરેમનીનું આયોજન થવા જઈ રહ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link