3 ખાન અને આ કપલ, કોણ-કોણ છે અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનના ગેસ્ટ લિસ્ટમાં સામેલ?

Tue, 21 May 2024-5:10 pm,

લોકો હજુ સુધી જામનગરમાં થયેલા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનને ભૂલ્યા નથી હવે બીજું ફંક્શન થવાનું છે. જી હાં અનંત અંબાણી અને રાધિકા મર્ચેટની વધુ એક પ્રી વેડિંગ ફંક્શન થઇ રહી છે જે દુનિયાની સૌથી સુંદર જગ્યાએ થશે. આકાશ અંબાણીના નાના ભાઇ અનંત અંબાણીના બીજું પ્રી વેડિંગ ફંક્શન ઇટલીમાં થશે જોકે 28 મેથી 20 મે સુધી ચાલશે. આ ઇવેન્ટની ગેસ્ટ લિસ્ટમાં પણ સામેલ થઇ ગઇ છે. ત્રણેય ખાન ઉપરાંત એક બોલીવુડ કપલને પણ ઇનવાઇટ કરવામાં આવ્યા છે. ચાલો જણાવી ડીટેલ... 

નીતા અંબાણી પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શનને પણ હોસ્ટ કરશે. જે ઈટાલીમાં સમુદ્રની વચ્ચે હશે. આ માટે પરિવારે એક ક્રુઝ શિપ પસંદ કર્યું છે જ્યાં લગભગ 800 મહેમાનો અને 600 સ્ટાફ હશે.

આ યાદીમાં ત્રણેય ખાન ઉપરાંત આલિયા-રણબીર કપૂરનું નામ પણ સામેલ છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, આકાશ અંબાણી અને શ્લોકા ખૂબ જ નજીકના મિત્રો છે. એવામાં તેમને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તો બીજી તરફ શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન હંમેશા અંબાણી પરિવાર સાથે ખાસ નાતો રહ્યો છે. 

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ પાંચ નામો સિવાય બોલિવૂડમાંથી બીજા કોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગેસ્ટ લિસ્ટને લઈને અંબાણી પરિવાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે ફેન્સ આ ફંક્શનની તસવીરો જોવા આતુર છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર ઇટલીના સિટી પોર્ટથી શરૂ થઇને સદર્ન ફ્રાંસ સુધી ક્રૂઝ શિપની યાત્રા થશે. આ દરમિયાન શિપ લગભગ 4380 કિમીની યાત્રા પુરી કરશે. તમામ મહેમાન આ સુંદર વાદીની મજા માણશે. મહેમાનોના સ્વાગત માટે 600 થી વધુ સ્ટાફ હશે. તારીખની વાત કરીએ તો આ 28 થી 30 મે 2024 સુધી રહેશે. 

અનંત અંબાણી જુલાઇમાં લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેટ સાથે લગ્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન લંડનમાં થઇ શકે છે પરંતુ અત્યારે આ વિશે ફેમિલીએ કોઇ નિવેદન જાહેર કર્યું નથી. રાધિકા અને અનંતે 19 જાન્યુઆરી 2023 ના રોજ મુંબઇમાં સગાઇ કરી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link