અંબાણી ભાઈઓની વ્હાલી બહેન વિશે પણ જાણો...9 વર્ષ પહેલા પતિનું થયું હતું મોત, ભાભીઓની લાડકી

Sat, 06 Jul 2024-2:16 pm,

બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની રસ્મો શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં સંગીત સેરેમનીનું આયોજન થયું. જ્યાં અનંત રાધિકાના લગ્નની ઉજવણીમાં આખું બોલીવુડ ભેગું થયું ત્યાં અનંત અને આકાશ અંબાણીના ફોઈ દિપ્તિ પણ જોવા મળ્યા. પરંતુ નાની બહેન નીના કોઠારી જોવા મળ્યા નહીં. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ચાર ભાઈ બહેન છે. ચાલો જાણીએ નાની બહેન નીના કોઠારી વિશે. 

મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને આમ તો બે બહેન છે એક દિપ્તિ અને બીજા નીના કોઠારી. અહીં વાત કરીશું નીના કોઠારીની. જે પરિવરાના લાડલી બહેન છે અને ભાભીઓ નીતા અંબાણી તથા ટીના અંબાણી સાથે જેમને ખુબ બને છે. 

નીના કોઠારી એવા વ્યક્તિ છે જે પોતાના કામકાજમાં ખુબ હોશિયાર છે. તેઓ પોતાના બિઝનેસની સાથે સાથે પરિવારને પણ ખુબ સરસ રીતે સંભાળે છે. આ બધા વચ્ચે નીના કોઠારીને લાઈમલાઈટમાં રહેવું જો કે બિલકુલ પસંદ નથી. તેઓ ખુબ જ રેર કેસમાં કેમેરામાં કેદ થાય છે. 

ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પુત્રી નીનાએ વર્ષ 2003માં પોતાનો બિઝનેસ ઊભો કર્યો. ફેમિલીની જેમ જ નીના પણ સફળ બિઝનેસવુમન છે. જેમણે પોતાનું કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું. તેઓ જાવાગ્રીન કોફી એન્ડ ફૂટ ફ્રેન્ચાઈઝી ચલાવે છે. 

નીના કોઠારીની પરિવારની વાત કરીએ તો તેમના લગ્ન 1986માં થયા હતા. તેમના પતિ પણ ઉદ્યોગપતિ હતા. પરંતુ હવે તેઓ આ દુનિયામાં નથી. ભદ્રશ્યામ કોઠારીનું કેન્સરના કારણે 9 વર્ષ પહેલા નિધન થઈ ગયું. હાલ નીના કોઠારીના પરિવારમાં તેમનો એક પુત્ર અર્જૂન અને પુત્રી નયનતારા છે. 

પતિના ગયા બાદ નીના કોઠારીએ જ પતિનો બિઝનેસ સંભાળ્યો. તેઓ એચસી કોઠારી ગ્રુપને બુલંદીઓ પર  લઈ ગયા. કોર્પોરેટ શેર હોલ્ડિંગ મુજબ તેમની નેટવર્થ 52.4 કરોડ રૂપિયા છે. જો કે આ ડેટા અનેક વર્ષ જૂનો છે. જેની પુષ્ટિ કરી શકાય નહીં. 

નીના કોઠારી ફક્ત ભાઈઓ સાથે જ નહીં પરંતુ ભાભીઓ સાથે પણ સારું બોન્ડ  ધરાવે છે. ખાસ કરીને ટીના અંબાણી સાથે. ટીના દર વર્ષે તેમને સોશિયલ મીડિયા પર જન્મદિવસે શુભેચ્છા પાઠવે છે. બંને વચ્ચે ખુબ સારું બોન્ડ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link