Anant-Radhika wedding Cost: અનંત-રાધિકાના લગ્નમાં તમામ રેકોર્ડ તૂટ્યા, મુકેશ અંબાણીએ ₹26,86,24,52,350 ખર્ચ્યા, વિગતો જાણી આંખો પહોળી થશે

Sat, 13 Jul 2024-11:58 am,

અનેક મહિનાઓની તૈયારી અને મહેનત બાદ 12 જુલાઈ શુક્રવારના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા. મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી આ ફંક્શન ચાલશે. દેશ વિદેશથી અનેક વીવીઆઈપી હસ્તીઓ આ લગ્નમાં ભાગ લીધો છે. જામનગર અને ઈટાલીમાં ગ્રાન્ડ પ્રી વેડિંગ અને છેલ્લા 10  દિવસથી ચાલતા લગ્નના ફંક્શન બાદ અનંત અને રાધિકાએ 12 જુલાઈએ સાત ફેરા લીધા. આ લગ્નમાં પાણીની જેમ ખર્ચાઈ રહેલા પૈસા દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. એવું કહેવાય છે કે અંબાણીના ઘરના આ લ ગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્ન છે. અનંત અને રાધિકાના લગ્નમાં 2500 ફૂડ આઈટમ, રિટર્ન ગિફ્ટમાં કરોડોની ઘડિયાળો, સુરક્ષા માટે એનએસજી કમાન્ડો, એવી એવી વ્યવસ્થા કરાઈ છે જે આજ પહેલા થઈ નથી. જાણીએ આ લગ્નમાં શું છે ખાસ...કેટલો છે ખર્ચો...  

અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ વર્ષથી ચાલતી હતી. લગ્નની તમામ જવાબદારી DNA એન્ટરટેઈન્મેન્ટ પાસે છે. 15-200  વેન્ડર્સ લગ્નના ફંક્શનને ઓર્ગેનાઈઝ કરી રહ્યા છે. લગ્નમાં સજાવટ  ખાસ કરીને ખાણીપીણીની વ્યવસ્થા તે જોઈ રહ્યા છે. બીસીસીઆઈ અને આઈપીએલની અનેક ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી ચૂકેલી આ કંપનીએ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાને પણ  ડેકોરેટ કર્યું છે. ખાણીપીણી માટે દેશીથી લઈને વિદેશી ફૂડ આઈટમો સામેલ કરાઈ છે. સિક્યુરિટીની ખાસ વ્યવસ્થા કરાઈ. અંબાણી પરિવાર પાસે ઝ પ્લસ સિક્યુરિટી છે તો મહેમાનો માટે સુરક્ષામાં 60 લોકોની સિક્યુરિટી, 10 એનએસજી  કમાન્ડો, 200 ઈન્ટરનેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ, 300 સિક્યુરિટી મેમ્બર્સ, અને 100થી વધુ ટ્રાફિક જવાનો તૈનાત જોવા મળ્યા. 

અનંત અંબાણીના લગ્નમાં સ્ટાઈલિંગની જવાબદારી ડોલીને મળેલી છે. ડોલી જાણીતી સેલિબ્રિટિઝ ડ્રેપિંગ આર્ટિસ્ટ છે. અંબાણી ફેમિલીએ મનિષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા કપડાં પહર્યા. જ્યારે ફલોરિસ્ટ જૈફ લીથમે લગ્ન માટે ફૂલોની સજાવટની જવાબદારી સંભાળેલી હતી. મહેંદી લગાવવાનું કામ સેલિબ્રિટી આર્ટિસ્ટ વિણા નાગડાને મળેલી હતી. આ બધાનો એક દિવસનો ખર્ચો લાખોમાં છે. ડોલી એકવાર સાડી પહેરાવવાના 25 હજારથી લઈને 1.5 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. 

આ લગ્નમાં સામેલ થયેલા મહેમાનોને કરોડોની રિટર્ન ગિફ્ટ મળી છે. VVIP મહેમાનોને કરોડોની ઘડિયાળ ભેટમાં મળેલી છે. આ ગિફ્ટની જવાબદારી સ્વદેશ ઓર્ગેનાઈઝેશન પાસે છે. બાકી મહેમાનો માટે કાશ્મીર, રાજકોટ, બનારસથી ખાસ ભેંટો મંગાવવામાં આવી છે.   

આ લગ્નમાં માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, હિલેરી ક્લિન્ટન, ઈવાંકા ટ્રમ્પ, કાર્લી ક્લોસ, માર્ક ઝકરબર્ગ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ, રાજનેતા ઉપરાંત હોલિવુડ સેલિબ્રિટી પણ સામેલ થઈ રહ્યા છે. અંબાણીએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, બોલીવુડ હસ્તીઓ, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓને પણ આમંત્રિત કર્યા છે. 

અંબાણીના ત્યાં લગ્નમાં બોલીવુડ અને હોલીવુડ આર્ટિસ્ટના પરફોર્મન્સ પણ જોવા મળ્યા છે. જામનગરના પ્રી વેડિંગમાં 83 કરોડની ફી પર પોપ સિંગર રેહાનાએ પરફોર્મ કર્યું. જ્યારે એન્ટીલિયામાં 5 જુલાઈના રોજ સંગીત ફંક્શનમાં જસ્ટિન બીબરે પરફોર્મ કર્યું જેને એક કલાકના પરફોર્મન્સ માટે લગભગ 10 મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. રિહાના અને જસ્ટિન બીબર ઉપરાંત અનેક બોલીવુડ સ્ટાર્સ પણ પરફોર્મ કરી ચૂક્યા છે. 

અનંત અને રાધિકાના લગ્નના કાર્ડ ઉપર જ પાણીની જેમ પૈસા ખર્ચાયા છે. લગ્નના ગોલ્ડન કાર્ડ સાથે દરેક મહેમાનને ખાસ ભેટ મોકલવામાં આવી. વેડિંગ કાર્ડમાં સોના ચાંદીની ભગવાનની મૂર્તિઓ હતી. જો કે કિંમતનો ખુલાસો થયો નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે અંબાણીએ આ લગ્નના એક કાર્ડ પર 6થી 7 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. 

લગ્ન પહેલા અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન રાખવામાં આવ્યા હતા. પહેલું ફંક્શન માર્ચમાં જામનગરમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં દેશ વિદેશથી મહેમાનો આવ્યા હતા. ઈવાકા ટ્રમ્પથી લઈને માર્ક ઝુકરબર્ગ સામેલ થયા હતા. ત્રણ દિવસ ચાલેલા આ પ્રી વેડિંગમાં રિહાનાએ પરફોર્મ કર્યું હતું. આ ફંક્શનમાં 1200 મહેમાનો સામેલ થયા હતા. ફંક્શન પર અંબાણી પરિવારે 1200 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હોવાનું કહેવાય છે. બીજું પ્રી વેડિંગ ઈટાલીના ક્રુઝ પર રાખવામાં આવ્યું હતું. 4 દિવસ ચાલેલા આ સેકન્ડ પ્રી વેડિંગ ફંક્શનમાં 800 મહેમાનો સામેલ થયા હતા. આ ફંક્શનમાં અંબાણીએ મહેમાનો માટે 10 ચાર્ટર પ્લેન, પર્સનલ સ્ટાફ, લક્ઝરી ગાડીઓની વ્યવસ્થા કરી હતી.   

ડેઈલી મેલના એક રિપોર્ટ મુજબ અંબાણી પરિવારના આ લગ્ન સૌથી મોંઘા લગ્ન  બની રહ્યા છે. લગ્નનો ખર્ચની તેમણે ગણતરી કરી છે. રિહાના, જસ્ટિન બીબરના પરફોર્મન્સ, વેડિંગ ઈનવાઈટનો ખર્ચો, સિક્યુરિટી, પ્રાઈવેટ જેટ્સ, લક્ઝરી સૂટ્સ, વગેરેના ખર્ચાને ભેગો કરીએ  તો અનંત અને રાધિકાના લગ્નનો કુલ ખર્ચ લઘભગ 320 મિલિયન ડોલર એટલે કે  26,72,14,40,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. 

બે પ્રી વેડિંગ સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દુનિયાના સૌથી મોંઘા લગ્ન હોવાનું કહેવાઈ રહ્યું છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ આ લગ્ન પર લગભગ 320 મિલિયન ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે. અત્યા સુધીમાં દુનિયાના સૌથી મોંઘા લગ્ન મેડલિન બ્રોકવે અને જેકબ લાગ્રોનના રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ નવેમ્બર 2023માં બિઝનેસમેન મેડલિન બ્રોકવે અને જેકબ લાગ્રોનના લગ્ન પર 59 મિલિયન ડોલર એટલે કે લગભગ 489 કરોડ રૂપિયા ખર્ચો થયો હતો. તેની સરખામણીએ રાધિકા અને અનંતના લગ્ન અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન બની શકે છે. 

મુકેશ અને નીતા અંબાણીએ પોતાની પુત્રી ઈશા અંબાણીના લગ્ન ઉપર પણ પાણીની જેમ ખર્ચો કર્યો હતો. બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ 12 ડિસેમ્બર 2018ના રોજ ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં લગભગ 15 મિલિયન ડોલર એટલે કે 110 કરોડ જેટલો ખર્ચો થયો હતો. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. 12થી 14 જુલાઈ સુધી લગ્નનું ફંક્શન જિયો વર્લ્ડ સેન્ટરમાં ચાલવાનું છે. 13 જુલાઈ એટલે કે આજે આશીર્વાદ સેરેમની અને 14 જુલાઈના રોજ રિસેપ્શન થશે. બ્લુમબર્ગના બિલિયોનર્સ ઈન્ડેક્શન મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નેટવર્થ 118 અબજ ડોલરની આસપાસ છે. તેઓ દુનિયાના 12માં સૌથી અમીર ઉદ્યોગપતિ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link