અંબાણી પરિવારની નાની વહુનું પિયર પણ છે ધનાઢ્ય, દાદાએ મુસીબતો વેઠીને ઉભુ કર્યું હતું ‘મર્ચન્ટ સામ્રાજ્ય’
મુકેશ અંબાણી પોતાના વેપારની જવાબદરી જલ્દી જ ત્રણેય સંતાન આકાશ અંબાણી (Akash Ambani), ઈશા અંબાણી (Isha Ambani) અને અનંત અંબાણીના હાથમાં રાખવાના છે. જ્યાં તેમનો મોટો દીકરો અને દીકરીના લગ્ન થઈ ગયા છે. ત્યારે જલ્દી જ બીજા દીકરાના પણ લગ્ન થઈ જશે.
એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, આકાશ અંબાણીના લગ્નમાં અનંત અંબાણીએ ઔપચારિક તરીકે પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટને આમંત્રણ આપ્યું હતું.
રાધિકા મર્ચન્ટ હાલ પોતાના પરિવારનો બિઝનેસ સંભાળી રહી છે.
રાધિકા મર્ચન્ટ અનેકવાર અનંત અંબાણી સાથે જાહેરમાં દેખાઈ ચૂકી છે.
રાધિકા મર્ચન્ટ અનેકવાર અંબાણી પરિવારના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂકી છે. તે સાસુ નીતા અંબાણીને પણ બહુ જ પસંદ છે.
અનંત અને રાધિકાની જોડી બહુ જ શાનદાર લાગે છે. અંબાણી પરિવાર સાથે નામ જોડાવાને કારણે રાધિકા મર્ચન્ટ અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ છે.
અનંત અને રાધિકાની સગાઈની અફવા પણ ઉડી હતી. પરંતુ બાદમાં અધિકારિક રૂપે તેનુ ખંડન કરવામાં આવ્યું હતું. એ વાત પણ સામે આવી હતી કે, આખરે અંબાણી પરિવારે ગૂપચૂપ રીતે કેમ સગાઈ કરી.
થોડા સમય પહેલા મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન થયા, તેમાં પણ રાધિકાની હાજરી જોવા મળી હતી.
રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી અને ભાભી શ્લોકા ફિલ્મ પદ્માવતીના ઘુમર ગીત પર ડાન્સ કરતી સાથે દેખાઈ હતી.
રાધિકા મર્ચન્ટના પિતાનુંનામ વિરેન મર્ચન્ટ છે, તેઓ એક બિઝનેસમેન છે.
રાધિકા મર્ચન્ટનો પરિવાર મૂળ રૂપથી ગુજરાતના કચ્છનો રહેવાસી છે. પરંતુ હવે આખો પરિવાર મુંબઈ વસી ગયો છે.
રાધિકા મર્ચન્ટની માતાનું નામ શૈલા અને બહેનનું નામ અંજલી છે.
રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ હેલ્થકેર, ફૂડ ઈન્ડસ્ટ્રીઝના બિઝનેસમાં છે.
ધીરુભાઈ અંબાણીની જેમ મર્ચન્ટ પરિવારમાં પણ રાધિકાના દાદા ગોર્વધનદાસએ મોટી મુસીબતોનો સામનો કરીને પોતાનો બિઝનેસ ઉભો કર્યો હતો.
આશા છે કે, રાધિકાને નીતા અંબાણી પોતાની નાની વહુ તરીકે પસંદ કરી ચૂક્યા છે.