જામનગરમાં જમાવડો: બોલીવુડને ત્રણ સુધી લાગશે તાળાં, અનંત-રાધિકાના ફંક્શનમાં ઉમટ્યું બોલીવુડ, Inside Photos

Sat, 02 Mar 2024-11:34 am,

આમ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્રના લગ્નના થોડા મહિના પહેલાં પૈતૃક ઘરમાં પ્રી વેડિંગ ફંક્શન રાખ્યા છે. જે 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલવાના છે. પહેલાં દિવસે કોકટેલ પાર્ટી રાખવામાં આવી જ્યાં ડ્રેસ કોડ પણ હતો. એટલા માટે જ્યારે બધા બ્લેક અને વ્હાઇટ ડ્રેસમાં જોવા મળ્યા. 

અજય દેવગન અને અક્ષય કુમારની જોડી તમે ફિલ્મોમાં જોઈ જ હશે, આજે તેને સામેથી પણ જુઓ. અંબાણી પરિવારની પાર્ટીમાં બંને અદ્ભુત દેખાઈ રહ્યા છે. અજય દેવગનની બહેનનો પુત્ર અમન દેવગન પણ જોવા મળે છે.

ડ્વેન બ્રાવોએ શાહરૂખ સાથે ફોટો શેર કર્યો છે. કિંગ ખાનનો લુક અને સ્વેગ જોઇ શકાય છે. બ્રાવોએ શાહરૂખ ખાનના ઉપરાંત રણવીર સિંહ સાથે પણ ફોટા પોસ્ટ કર્યા છે. 

માર્ક જુકરબર્ગની વાઇફ સાથે અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંકશનમાં જોવા મળ્યા. બ્લૂક સૂટ બૂટ તો વાઇફે પણ બ્લેક ગાઉનમાં ગજબની અદાઓ બતાવી. એક રિપોર્ટ અનુસાર માર્કની પત્ની Priscilla Chan એ 10 લાખનો ડ્રેસ કેર્રી કર્યો છે. 

મહેન્દ્ર સિંહ ધોનીની સાથે તેમની પત્ની સાક્ષી ધોની જોવા મળી રહી છે. 1લી માર્ચે બપોરે બંને જામનગર પહોંચ્યા હતા. જો કે, ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી હસ્તીઓ આવી પહોંચી છે. ગીતા બસરાથી લઈને સાગરિકા ઘાટગેની સ્ટાઈલ પણ જોવા મળી હતી.

આલિયા ભટ્ટ પણ તેના પરિવાર સાથે જામનગર પહોંચી ગઈ છે. રણબીર કપૂર, રાહા કપૂર પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ચાહકોને આલિયાની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.

રાધિકા-અનંતની કોકટેલ પાર્ટીમાં નતાશા પૂનાવાલાનો અતરંગી અંદાજ જોવા મળ્યો હતો. તે એકદમ અલગ લુકમાં જોવા મળી હતી. તેનો આ ડ્રેસ અદ્ભુત છે. નતાશાએ પોતે આ ફોટો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો છે.

કરીના કપૂર અને નતાશા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ઘણી વખત તેઓ વેકેશનમાં તો ક્યારેક પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. કરીના કપૂરે પહેલા દિવસે સાડી પહેરી હતી.

અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશન અંબાણી પરિવારની પુત્રી ઇશા અંબાણી ખૂબ સુંદર ગાઉનમાં જોવા મળી. મિસિસ પીરામલે સ્ટાઇલિસ્ટ અનીતા શ્રોફ અદજાનિયાની ડિઝાઇન ડ્રેસ કર્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link