ક્યા અદા ક્યા જલવે...અનન્યાના અત્યંત ગ્લેમરસ લૂકને જોઈને ફેન્સ થયા દીવાના, જુઓ Photos

Wed, 08 Nov 2023-10:47 pm,

બ્લ્યુ રંગના હાઈનેક બોડીકોન આઉટફીટમાં અનન્યા પાંડેની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર કોહરામ મચાવ્યો છે. ન્યૂયોર્કના સ્ટોર લોન્ચ પર પહોંચેલી અનન્યાએ સ્ટાઈલનો એવો તડકો લગાવ્યો કે બધાના હ્રદયના ધબકારા વધી ગયા. 

બ્લ્યુ આઉટફીટ સાથે સિલ્વર જ્વેલરી અને હીલ્સ કેરી કરીને અનન્યાએ પોતાના લુકને વધુ ખાસ બનાવી દીધો. આ ઈવેન્ટમાં અનન્યા સાથે તેમની બહેન પણ હાજર રહી અને તેનો પણ બોલ્ડ અંદાજ જોવા મળ્યો. ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં અનન્યાની બહેન પણ છવાઈ ગઈ. 

આ દરમિયાન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સથી લઈને હોલીવુડ મોડલ અને અભિનેત્રી પણ જોવા મળી. ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક અનેક તસવીરો શેર કરી છે. અને આ તસવીરોમાં અનન્યા ખુબ સુંદર લાગી રહી છે. 

અનન્યાની આ તસવીરો પર શિલ્પા શેટ્ટી, ફરાહ ખાન, શનાયા  કપૂર, કરિશ્મા કપૂરે પણ પ્રેમ છલકાવ્યો છે. આમ તો હાલ અનન્યા કોફી વિથ કરનમાં સારા સાથે એન્ટ્રી લઈને પણ ખુબ ચર્ચામાં છે. અને તેનું કારણ છે આ શોમાં અનન્યાના આદિત્ય સાથે સંબંધનું કન્ફર્મેશન.

અનન્યાએ ભલે પોતાના મોઢે ન કહ્યું હોય પરંતુ તેની બહેનપણી સારા અલી ખાને ઈશારામાં જે કહ્યું તેને સાંભળીને જે રીતે અનન્યા શરમાઈ ગઈ બધા રહસ્ય ખુલી ગયા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link