Tripti Dimri: કૂલ લુકમાં સ્પોર્ટ થઇ Animal ની `Bhabhi 2`, રાતોરાત બની નેશનલ ક્રશ
નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરીની લોકપ્રિયતા સતત વધી રહી છે. કેટલાકસીન્સે તૃપ્તિને ખ્યાતિની બુલંદીઓ સુધી પહોચાડી દીધી. તાજેતરમાં જ રાતોરાત લોકપ્રિય બનેલી અભિનેત્રી મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીએ કેમેરાની સામે કિલર પોઝ આપ્યા હતા.
ફોટામાં તૃપ્તિ ડેનિમ જીન્સ સાથે બ્લેક કલરનો પ્લેન શર્ટ પહેરેલી જોવા મળી હતી. આ સાથે અભિનેત્રીએ અંદર બ્લેક એન્ડ વ્હાઇટ લાઇનિંગવાળું ક્રોપ ટોપ પહેર્યું હતું. તૃપ્તિ આ ક્રોપ ટોપ પહેરીને કેમેરાની સામે આવતા જ તેના ચાહકોને તેનો લુક ઘણો પસંદ આવ્યો.
તેના લુકને પૂરો કરવા માટે તૃપ્તિએ તેના વાળને ઓપન કરીને સટલ મેક-અપ કર્યો હતો. આ સાથે તેણે પગમાં સ્નીકર્સ પહેરીને પોતાનો લુક પૂરો કર્યો હતો. તૃપ્તિનો આ સિમ્પલ અને ક્લાસી લુક થોડા જ સમયમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો.
તૃપ્તિએ પણ પાપારાઝીની સામે જોરદાર પોઝ આપ્યા હતા. આ દરમિયાન તૃપ્તિના ચહેરા પરની સ્માઇલ તેના લુકમાં વધુ સુંદરતા ઉમેરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે તૃપ્તિ ડિમરીએ રણબીર કપૂરની 'એનિમલ'માં ઝોયાનો રોલ કર્યો હતો.
આ ફિલ્મમાં તૃપ્તિનો નંબર 'ભાભી 2' નામથી રણબીરના મિત્રોના ફોનમાં સેવ કરેલો બતાવવામાં આવ્યો છે. આ પછી, 'ભાભી 2' તૃપ્તિ ડિમરીના નામ સાથે એટલી જોડાઈ ગઈ કે ચાહકોએ સોશિયલ મીડિયા પર તેના ફોટા જોતા જ 'ભાભી 2' કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. જો કે આ ફિલ્મમાં તૃપ્તિનો રોલ નાનો હતો, પરંતુ તેણે કેટલાક સીન્સ આપ્યા હતા જેની ખૂબ ચર્ચા થઈ હતી. ફિલ્મ 'એનિમલ'નું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. રણબીર કપૂર અને તૃપ્તિ ઉપરાંત, તેમાં રશ્મિકા મંદન્ના અને અનિલ કપૂર પણ હતા.