Photos: વાઘ-સિંહ માટે તાપણા, પક્ષીઓ માટે સ્પેશિયલ ગ્રીન નેટ

Fri, 21 Dec 2018-11:44 am,

રાજ્યમાં ઠંડીનો કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ અસહ્ય ઠંડી વચ્ચે માનવ સમુદાયને રહેવું ઈમ્પોસિબલ બન્યું છે. સામાન્ય માનવી તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે વિવિધ તરકીબો અજમાવી લેતાં હોય છે. ધાબળા રજાઈ સાથે ચાર દિવાલમાં સુરક્ષિત રહેતો માનવી કાતિલ ઠંડીનો પ્રતિકાર કરી લે છે, પરંતુ અબોલ પશુ-પક્ષીની સૃષ્ટિ કેવી રીતે આ ઠંડીનો સામનો કરતી હશે. વડોદરાના સયાજીબાગ ખાતે રહેતાં વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ઝુ સત્તાધીશોએ ખાસ વ્યવસ્થા કરી છે. ઝુમાં આવેલ પક્ષીઓના એન્ક્લોઝર ફરતે ગ્રીન નેટ લગાવીને રાત્રિની કાતિલ ઠંડી સામે રક્ષણ આપવાની કામગીરી સહિત તેમના ખોરાક માટે પણ ઝુ ઓથોરિટીએ ચિંતા કરી છે.

પક્ષીઓ સામાન્ય રીતે ઠંડીમાં રહેવા ટેવાયેલા હોય છે, પરંતુ તે કુદરતી વાતાવરણમાં પોતાને સુરક્ષિત કરી લેતાં હોય છે. પરંતુ જ્યારે પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલ પક્ષીઓ બંધ એંક્લોઝરમાં રહેતા હોવાને કારણે તેમની વિશેષ કાળજી લેવામાં આવે છે. પક્ષીઓના પિંજરામાં સૂકા ઘાસ સહિત ઠંડી સામે રક્ષણ મળે તે માટે પૌષ્ટિક આહાર પણ પક્ષીઓ અને પ્રાણીઓને પૂરો પાડવામાં આવે છે. 

તો બીજી તરફ ઝૂમાં વાઘ, સિંહ અને દીપડાના પાંજરાઓમાં સૂકા લાકડાની મદદથી અગ્નિ પેટાવવામાં આવે છે. જે સમગ્ર રાત્રિ દરમિયાન પિંજરામાં રહેલા પ્રાણીઓને કાતિલ ઠંડી સામે રક્ષણ આપે છે. ખાસ કરીને શાહુડી અને જમીન પર રહેતાં કાચબા માટે ગરમ ઘાસની વ્યવસ્થા ઝુ સત્તાધીશોએ કરી છે. શિયાળાની ઋતુને ધ્યાને રાખીને દરરોજ પ્રાણીઓને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. 

આ ઉપરાંત પ્રતિ દિવસ ઝુના વેટેનરી અધિકારી દ્વારા નિયમિત પશુઓ અને પક્ષીઓનું હેલ્થ ચેક અપ કરવામાં આવે છે. ઝુના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે આ વિશે જણાવ્યું કે, ઝૂ પાસે ઠંડીના સમયમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પહોંચે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણી પક્ષીની સારવાર માટે જરૂરી જથ્થો પણ ઝુ ઓથોરિટી પાસે પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link