સ્વામીનારાયણ મંદિરમાં શાહી અન્નકૂટ : ભગવાનને વાનગીઓનો રસથાળ ધરાવાયો

Mon, 13 Nov 2023-12:40 pm,

આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી સૌએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો.

આ ભવ્ય અન્નકૂટની તૈયારીઓ છેલ્લાં 45 દિવસથી ચાલી રહી હતી. સમગ્ર અન્નકૂટની મંદિરમાં મૂર્તિઓ સમક્ષ ગોઠવણીને કુશળ આર્કિટેક્ટસ્ ના માર્ગદર્શન હેઠળ અત્યંત ઝીણવટપૂર્વક આયોજિત કરવામાં આવી હતી,  જેમાં અન્નકૂટમાંની જે તે વાનગીઓને તેઓના પ્રકાર, સંખ્યા અને રંગ અનુસાર વર્ગીકૃત કરી ભગવાન સમક્ષ ગોઠવવામાં આવી હતી.

પૂજ્ય સંતો ઉપરાંત સમગ્ર અમદાવાદમાંથી સેંકડો યુવકો, પુરુષ હરિભક્તોની સાથે સાથે 1500 કરતાં વધુ યુવતીઓ અને મહિલા હરિભક્તો દ્વારા છેલ્લાં એક મહિનામાં નિયમિતરૂપે આ અન્નકૂટને લગતી અનેકવિધ સેવાઓમાં ભક્તિસભર શ્રમદાન કરવામાં આવ્યું હતું.

આશરે દોઢ લાખ જેટલાં અન્નકૂટ પ્રસાદના બોક્સને જર્મન ટેકનોલોજી યુક્ત આધુનિક મશીનોના ઉપયોગથી ઑક્સિજન-નાઈટ્રોજન પેકિંગ દ્વારા, હાયજેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. 

અન્નકૂટ પ્રસાદનું વિતરણ ભક્તો અને દર્શનાર્થીઓની સાથે શહેરના અનેક મંદિરોમાં તથા અનેક ગરીબ, જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવશે.

અન્નકૂટની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોની દૃઢતા કરાવતા સનાતન સંસ્કૃતિ દર્શન પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો સૌ અન્નકૂટ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. આજે ઠાકોરજી સમક્ષ યોજાયેલ આ ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10:30 થી સાંજના 7 વાગ્યા સુધી કરી શકાશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link