કરોડરજ્જૂને મજબૂત બનાવવા અને ફ્લેક્સિબિલિટીમાં સુધારો કરે છે આ યોગા
આ પધ્ધતિમાં પરંપરાગત આસનની સાથે પિલેટસ (Pilates), એરિયલ એક્રોબેટિક્સ (Aerial Acrobatics) અને કેલિસ્થેનિકનો (Calisthenics) સમનવ્ય કરવામાં આવે છે. સસ્પેન્ડેડ ગિયરની સહાયથી સમગ્ર શરીરની કસરત થાય તે રીતે એન્ટીગ્રેવીટી યોગ (Antigravity Yoga) કરવામાં આવે છે.
બાયોરિધમ ફીટનેસ સ્ટુડિયોના માસ્ટર ઈન્સ્ટ્રકટર બિરેન ડોલિયા જણાવે છે કે એન્ટીગ્રેવીટી યોગ (Antigravity Yoga) કરોડરજ્જુને (Spine) વ્યાયામ આપીને મજબૂત અને ફ્લેક્સિબિલિટીમાં (Flexibility) સુધારો કરે છે અને હાડકાં (Bones) ઉપરના દબાણને દૂર કરે છે.
'યોગ વડે કોઈ પણ જાતના થાક વગર સંપૂર્ણ શરીર અને દિમાગને કસરત મળે છે એન્ટીગ્રેવિટી યોગ આ કામગીરી બહેતર રીતે કરે છે', બિરેન ડોલિયા વધુમાં જણાવ્યું હતું.
કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોએ યોગ સેશનની શરૂઆત, હળવી કસરતો, સૂર્ય નમસ્કાર અને સુપર કોમ્બો સેટથી કરી હતી. આ ઉપરાંત સ્ટ્રેચીંગ અને રિલેક્સેશનની કસરતો પણ કરી હતી.