Anupama: ક્યારેય જોયો નહી હોય કિંજલનો આ લુક, ફોટા જોઇ ફેન્સ થયા ફીદા
નિધિ શાહ (Nidhi Shah) અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. સિરિયલ 'અનુપમા'માં અભિનેત્રી નિધિ શાહને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે જે અનુપમાની (Anupama) પુત્રવધૂ કિંજલના રોલમાં છે.
કિંજલ એટલે કે નિધિ શાહ (Nidhi Shah) વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ છે. તે દરરોજ તેના નવા દેખાવ બતાવીને ચાહકોને આશ્ચર્યચકિત કરે છે.
અત્યાર સુધી, તેણે ઈન્સ્ટાગ્રામ પર 292 પોસ્ટ્સ શેર કરી છે, જેમાં વેસ્ટર્ન ડ્રેસથી એથનિક ડ્રેસમાં તેની તસવીરો જોવા મળી રહી છે. તેણે બંને ડ્રેસમાં પસંદ કરવામાં આવી રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 1 મિલિયનથી વધુ છે. પાછલા દિવસોમાં તેમની લોકપ્રિયતા અચાનક વધી ગઈ છે.
કિંજલ એટલે કે નિધિ શાહ આ દિવસોમાં 'અનુપમા'માં (Anupama) ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે. તે તેની સાસુ અનુપમાને સપોર્ટ કરતી જોવા મળે છે.
તાજેતરમાં 'અનુપમા'માં (Anupama) કિંજલ એટલે કે નિધિ શાહના (Nidhi Shah) તેના ઓનસ્ક્રીન પતિ પરિતોષ સાથેના મતભેદો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે જ કિંજલ પણ કામના સ્થળે છેડતીનો શિકાર બનવા જઈ રહી છે.