Anupama થી લઈને વનરાજ સુધી, તમામ એક્ટર માત્ર એજ દિવસની લે છે આટલી મોટી સેલેરી!
જાણકારી મુજબ સિરીયલના લીડ રોલમાં રહેલી રુપાલી ગાંગુલી અનુપમાના રોલ માટે સૌથી મોટી રકમ લે છે. માહિતી મુજબ, રૂપાલી ગાંગુલી ઓન સ્ક્રીન અનુપમા બનવા માટે એક એપિસોડના 60 હજાર રૂપિયા ચાર્જ લે છે.
અનુપમાના એક્સ હસબન્ડ વનરાજ શાહનો રોલ સિરીયલમાં સુધાંશુ પાંડે નિભાવે છે. વનરાજ શાહનો રોલ નિભાવવા માટે એક એપિસોડના 50 હજાર રૂપિયા લે છે.
અનુપનમાં કાવ્યાનો કિરદાર કરનાર મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા નિભાવી રહી છે. આ શોમાં કાવ્યા ગ્રે શેડમાં છે. પોતાના આ રોલ માટે કાવ્યા એક એપિસોડના 30 હજાર રૂપિયા લે છે.
અનુપમા અને વનરાજનો પુત્ર હોવાની સાથે કિંજલના પતિનો રોલ નિભાવનાર પારિતોષ શાહ એક એક એપિસોડના 33 હજાર રૂપિયા લે છે.
અનુપમાના પુત્રનો રોલ કરવાર પારસ કલનાવત આ શોમાં એક એપિસોડના 35 હજાર રૂપિયા લે છે.
વનરાજ અને અનુપમાના શોમાં તેમની લાડલી પુત્રી પણ છે. જેનો રોલ મુસ્કાન નિભાાવી રહી છે. મુસ્કાન આ કિરદાર માટે એક દિવસના 27 હજાર રૂપિયા લે છે.