ટીવીની સૌથી મોંઘી અભિનેત્રી, જેની રાતોરાત ડબલ થઈ ફી... એક એપિસોડનો આટલો કરે છે ચાર્જ

Sun, 29 Jan 2023-5:07 pm,

રૂપાલી ગાંગુલી આ દિવસોમાં સ્ટાર પ્લસના શો અનુપમામાં ટાઇટલ રોલ પ્લે કરી રહી છે. આ શો ટીઆરપીમાં શરૂઆતથી નંબર 1 પર છે તો તેના પાત્રો લોકોના દિલમાં રાજ કરી રહ્યાં છે. ખાસ કરીને અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી. સત્ય છે કે એક રોલે રૂપાલીનું ભાગ્ય બદલી દીધું. 

આ પાત્ર ભજવ્યા બાદ જ રૂપાલી ગાંગુલી આજે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રી બની ગઈ છે. શો શરૂ થયાના થોડા સમય બાદ તેની ફી રાતોરાત બમણી થઈ ગઈ હતી. તેનું કારણ શોને મળેલી લોકપ્રિયતા અને ટીઆરપીમાં નંબર 1 પર આવવું હતું. નિર્માતાઓએ રૂપાલી ગાંગુલીને આનું કારણ માન્યું હતું.

જ્યારે શો શરૂ થયો ત્યારે રૂપાલી ગાંગુલી એક એપિસોડના દોઢ લાખ રૂપિયા ચાર્જ કરી રહી હતી પરંતુ આજે તેને એક એપિસોડના 3 લાખ રૂપિયા મળી રહ્યાં છે. કોઈ અન્ય અભિનેત્રીને આટલી ફી મળી નથી. પરંતુ રૂપાલીનું ભાગ્ય ચમકી ગયું અને ખુબ નામના મેળવી. 

અનુપમાના નામનો આ શો આજે દરેક સીરિયલ્સને પાછળ છોડી રેસમાં સૌથી આગળ નિકળી ચુક્યો છે. દરેક એપિસોડના 3 લાખ કમાતી અનુપમાએ ખુદ માટે 1 કરોડની ગાડી ખરીદી છે.

હવે રૂપાલી ગાંગુલી ટીવીની ક્વીન બની ચુકી છે અને તેનો કોઈ રેકોર્ડ તોડી શકશે કે નહીં તે તો સમય જણાવશે. પરંતુ હાલ નારી શક્તિને દર્શાવતા આ પાત્રને નિભાવી અનુપમાન પોતાની સફળતાની મજા માણી રહી છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link