અનુપમાની સાદી દેખાતી પુત્રવધૂ કિંજલના કિલર લૂક, તસવીરો જોઈ વધી જશે તમારી હાર્ટબીટ
અનુપમામાં કિંજલનું પાત્ર નિભાવનાર અભિનેત્રી નિધિ શાહ ખુબ જ સુંદર છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઇન્ટરનેટ પર નિધિની આ સ્ટાઈલ અને સુંદરતાના લાખો દિવાના છે.
અનુપમામાં પોતાની સાદગીથી લોકોનું દિલ જીતનારી નિધિ શાહ રિયલ લાઈફમાં ખુબ જ સ્ટાઇલિશ છે. સોશિયલ મીડિયા પર તેની ખુબ જ તસવીરો વાયરલ થઈ રહી છે.
ભારે લહેંગાથી લઇને વેસ્ટર્ન વેરમાં નિધિ શાહ દરેક આઉટફિટ્સને સુંદર અને સ્ટાઈલથી પહેરે છે.
નિધિ શાહ સાડીમાં પણ સુંદર લાગે છે. ચાહકો પણ એક્ટ્રેસના દેશી અને સિમ્પલ લૂકના દિવાના છે. તમે પણ અનુપમાની કિંજલની સુંદરતામાં ખોવાઈ જશો.
તમે પણ ફેસ્ટિવલ ટાઈમ પર નિધિ શાહના લૂકમાંથી ઇન્સ્પિરેશન લઇ શકો છો. ત્યારે, તમે તેના ઘણા લૂકને રીક્રિએટ કરી મહેફિલની શાન બની શકો છો. તમને જણાવી દઈએ કે, નિધિના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ છે. આ કારણ છે કે તેની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઈ જાય છે.