Antarctica: દુનિયાનું એવુ ગામ, જ્યાં શરીરનું એક `ખાસ` અંગ હટાવ્યા બાદ મળે છે એન્ટ્રી
અમે વાત કરી રહ્યાં છીએ બરફની પહાડીઓથી ઘેરાયેલા એન્ટાર્કટિકા (Antarctica) ના ગામ વિલાસ લાસ એસ્ટ્રેલાસ (Villas Las Estrellas) ની. આ ગામમાં લાંબા સમય સુધી રહેતા લોકો માટે આ શરત હોય છે કે તેણે એપેન્ડિક્સ (appendix) નું ઓપરેશન કરાવવું પડશે.
આ ગામમાં નિયમો એટલા કડક છે કે વૈજ્ઞાનિકથી લઈને આર્મી સાથે જોડાયેલા ઓફિસરો અને તેમના પરિવારના લોકોએ આ નિયમનું પાલન કરવું પડે છે. ત્યારે તેને ગામમાં પ્રવેશ મળે છે.
આ નિયમ બનાવવા પાછળ એક મોટી મજબૂરી છે કે નજીકમાં કોઈ હોસ્પિટલ નથી. અહીં સૌથી નજીકની હોસ્પિટલ પણ કિંગ જોર્જ દ્વીપ (King George Island) માં છે જે ગામથી આશરે 1000 કિલોમીટર દૂર છે. આ હોસ્પિટલ સુધી પહોંચવા માટે બરફથી ઢંકાયેલા પહાડ અને ખતરનાક રસ્તા પરથી પસાર થવું પડે છે. અહીં માત્ર ગણ્યાગાંઠ્યા ડોક્ટર છે જેમાં કોઈ સર્જન નથી. તેવામાં કોઈએ એપેન્ડિક્સનો દુખાવો થાય છે તો તેના જીવ જવાનો ખતરો હોય છે. તેથી આ નિયમ બનાવવામાં આવ્યો છે.
આ સવાલ જાણવા માટે તમારે પહેલા એપેન્ડિક્સ વિશે જાણવું પડશે. એપેન્ડિક્સ એક આંતરડાનો ટૂકડો હોય છે, જેને ડોક્ટરની ભાષામાં એપિન્ડિસઇટિસ કહે છે. તેનો એક ભાગ ખુલો અને બીજો બંધ હોય છે. આ એક અવશેષી અંગ છે એટલે કે તેની શરીરમાં કોઈ જરૂર નથી. ઘણીવાર ભોજનના કણો તેમાં ફસાઈને સડવા લાગે છે, જેનાથી તે સંક્રમિત થઈ જાય છે. તેનો દુખાવો પણ સહન કરી શકાય નહીં. જો સંક્રમણ વધુ દિવસ સુધી રહે તો એપેન્ડિક્સ ફાટી શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે. આ કારણ છે કે એપેન્ડિક્સને બિનજરૂરી અંગ માનતા તેને કાઢવા પર ભાર આપવામાં આવે છે.
જાણકારી પ્રમાણે આ ગામમાં ચિલીની સેના, વૈજ્ઞાનિક અને ડોક્ટર રોટેશન પર આવતા રહે છે. તેણે ઘણીવાર આર્મી બેસમાં રહેવાનું હોય છે, જેથી તેની સાથે પરિવાર પણ આવે છે. તેવામાં ધ્યાન રાખવામાં આવે છે કે આવનારા લોકો સંપૂર્ણ સાજા રહે અને કોઈ પ્રકારની આપાતકાલિન સ્થિતિ ન બને. જેથી તેનું એપેન્ડિક્સ કઢાવી દેવામાં આવે છે. એટલું જ નહીં પરિવારની સાથે રહેનાર વૈજ્ઞાનિકો અને મિલિટ્રી બેસવાળાને સલાહ આપવામાં આવે છે કે પરિવારની મહિલાઓ ગર્ભવતી ન થાય કારણ કે તેવામાં મેડિકલ સુવિધાનો અભાવ ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આવો કોઈ લેખિત આદેશ નથી.