ચહેરાની સુંદરતા વધારવા માટે લગાવો આ 5 ફળની છાલ, સ્કિન પ્રોબ્લેમ થશે દૂર
ચહેરાની ચમક વધારવા માટે લોકો મોંઘી-મોંઘી વસ્તુનો ઉપયોગ કરે છે તેમ છતાં ચમક આવતી નથી. જો તમે ચહેરા પર સંતરાની છાલ લગાવો તો પિંપલ્સ અને એક્ને ખતમ થાય છે.
પપૈયાની છાલ પણ ચહેરા પર લગાવી શકો છો. તે ચહેરા માટે ખુબ ફાયદાકારક હોય છે. તમે તેનો ફેસપેકની જેમ ઉપયોગ કરી શકો છો.
કેરીની છાલ ચહેરાને સોફ્ટ બનાવે છે અને ચમક પણ લાવે છે. તમે કેચીની છાલને પીસી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી શકો છો.
કેળા ખાધા બાદ લોકો તેની છાલ ફેંકી દેતા હોય છે. પરંતુ કેળાની છાલ ચહેરા પર લગાવવાથી ટેનિંગ દૂર થાય છે.
લીંબુની છાલ ચહેરા પર લગાવવાથી ત્વચાની ગંદકી દૂર થાય છે અને ચહેરાની ચમક વધા છે. આ પેકને સપ્તાહમાં બે વખત લગાવી શકો છો.
(સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપી છે. તમે વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)