Apteraની ઇલેક્ટ્રિક કારને નહીં કરી પડે ચાર્જ, 3.5 સેકંડમાં પકડશે 100 કિમીની ગતિ

Sun, 13 Dec 2020-12:16 pm,

Apteraની કાર ચાર્જ કરવા માટે તમારે વીજળીની જરૂર રહેશે નહીં. આ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશથી ચાર્જ થતી રહેશે. કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ થયા બાદ તે 1600 કિલોમીટર સુધી દોડી શકે છે.

Apteraએ હાલમાં જ તેમની Solar Powered Electric Vehicleનું પ્રી-ઓર્ડર સેલ શરૂ કર્યો હતો અને આ કાર 24 કલાકથી પણ ઓછા સમયમાં સોલ્ડ આઉટ થઈ ગઈ.

Apteraની આ કારની શરૂઆતની કિંમત 25,990 યુએસ ડોલર એટલે કે આશરે 19.1 લાખ રૂપિયા છે. જો કે તેના ટોપ વેરિયન્ટની કિંમત યુએસ ડોલર 46,900 એટલે કે 34.58 લાખ રૂપિયા છે.

Apteraની આ નવી ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન એક નાના જેટ ફ્લાઇટની જેમ કરવામાં આવી છે અને તેમાં બે લોકોને બેસવાની જગ્યા છે.

આ કારને Sol (white), Noir (black) અને Luna (silver) જેવા એક્સટીરિયર કલર ઓપ્શન્સમાં લોન્ચ કરવામાં આવી છે.

Aptera Paradigm કાર માત્ર 3.5 સેકંડમાં શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતી પકડે છે અને તેની મહત્તમ ગતિ પ્રતિ કલાક 177 કિલોમીટરની હોઈ શકે છે.

Apteraની આ કારમાં 25.0 kWhથી 100.0 kWh સુધીની બેટરી છે. આ ઇલેક્ટ્રિક કાર અલગ અલગ મોડલમાં 134 bhpથી લઇને 201 bhp સુધીનો પાવર જનરેટ કરી શકે છે.

કંપનીએ આગામી વર્ષ ઉત્પાદન અને ડિલિવરી શરૂ કરવાની યોજના બનાવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link