PHOTOS: ભાઈ અર્જુન કપૂરે સોનમ કપૂરની સાથે શેર કરી બાળપણની તસ્વીર, લખી ભાવુક પોસ્ટ

Wed, 30 Jan 2019-5:44 pm,

અર્જુને મંગળવારે બાળપણની એક તસ્વીર ટ્વીટ કરી જેમાં તે સોનમની સાથે છે અને કહ્યું કે, ફિલ્મ નીરજાની અભિનેત્રી તેના જીવનમાં પ્રથમ એવી યુવતી છે, જેની સાથે તે બહાર હરવા-ફરવાનું પસંદ કરે છે. 

અભિનેતાએ કહ્યું કે, તે બાળપણથી સોનમનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેના જીવનમાં તે હંમેશા પ્રથમ એવી યુવતી રહેશે જેની સાથે તે બહાર જવુ અને ફરવા જવાનું ઈચ્છશે. 

તેણે ફરી કહ્યું કે, એક લડકી કો દેખા તો એસા લગાની સ્ટોરી પસંદ કરવા માટે સોનમ અને અનિલ પર ગર્વ છે. 

અર્જુને લખ્યું, વિશ્વની ધારણાઓથી ઉપર વિષય પસંદ કરવા અને તેમાં વિશ્વાસ કરવા માટે મને તમારા અને અનિલ કપૂર પર ગર્વ છે. તું સાહસિક અને ખૂબસૂરત છે. તારા જેવી બહેન હોવા પર મને ગર્વ છે. 

 

અર્જુને આગળ લખ્યું, દિલથી બાળક રે, જેવી તું છે અને એક ફેબ્રુઆરી (ફિલ્મ રિલીઝ) માટે શુભકામના. 

તે કહેવું અયોગ્ય નથી કે આ પોસ્ટને વાંચીને સોનમ કપૂર જ નહીં દરેક બહેન ભાવુક થઈ જશે. 

ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ પણ છે. આ ફિલ્મ એક ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. 

તમામ ફોટો સાભાર: ટ્વીટર @Arjunkapoor

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link