દેશના નાગરિકોની રક્ષા માટે પ્રધાનમંત્રીના પત્ની પોતે યુદ્ધના મેદાનમાં ઉતર્યા, ખાસ જુઓ PHOTOS

Sun, 01 Nov 2020-7:54 am,

એવા પણ અહેવાલ છે કે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના યુદ્ધમાં આર્મેનિયાના પ્રધાનમંત્રીના પત્ની અન્ના હકોબયાન(Anna Hakobyan) પણ કૂદી પડ્યા છે. 

અન્ના હકોબયાન આ જંગની તૈયારીઓ માટે પોતાના દેશની સેના પાસે ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે. 

આર્મેનિયાના વિસ્તાર નાગોર્નો કારાબાખને બચાવવા માટે પોતાનું બધુ જ દાવ પર લગાવવા તૈયાર અન્નાએ પોતાની એક મહિલા ટુકડી તૈયાર કરી છે અને કપરા સૈન્ય અભ્યાસમાં લાગ્યા છે. અન્ના હકોબયાન આર્મેનિયાના પ્રથમ મહિલા તરીકે ઓળખાય છે. 

આમ તો બંને દેશોએ સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી. આ સંઘર્ષવિરામનો હેતુ નાગોર્નો કારાબાખને લઈને ચાલતા યુદ્ધને રોકવાનો હતો જેમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. પણ બંને દેશો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. 

સંઘર્ષવિરામ છતાં બંને દેશો એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. જેને  જોતા અન્નાએ 27 ઓક્ટોબરથી જ સૈન્ય તાલિમ લેવાની શરૂ કરી દીધી છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ પીએમના પત્ની સાથે કુલ 13 મહિલાઓની ટુકડી છે. જે આર્મેનિયાના કારાબાખ વિસ્તારની રક્ષા માટે સૈન્ય તૈયારીમાં છે. 

જો કે આ પહેલીવાર બન્યું છે કે જ્યારે આર્મેનિયાના પીએમના પત્ની અન્ના આવી કોઈ આર્મી ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેઓ આ અગાઉ આર્મી બેકગ્રાઉન્ડમાં રહ્યા નથી. 

તેમની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં તેઓ રાઈફલ અને અન્ય હથિયારો ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે. 42 વર્ષના અન્ના ભલે પ્રધાનમંત્રીના પત્ની હોય પરંતુ સામાન્ય સૈન્ય છાવણીમાં રહે છે. તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ રહે છે. 

તેઓ ઈન્સ્ટાગ્રામ ઉપર પણ પોતાની તસવીરો શેર કરતા રહે છે. તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સુંદર તસવીરોથી ભરેલું છે. આમ તો અન્ના પ્રથમ મહિલા હોવાની સાથે સાથે વ્યવસાયે પત્રકાર છે અને એક અખબારના સંપાદક પણ છે. 

બંને દેશો વચ્ચે લડાઈ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી જેમાં ભારે તોપખાના, રોકેટ અને ડ્રોનનો ઉપયોગ થયો અને સેંકડો લોકો માર્યા ગયા. નાગોર્નો કારાબાખ અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીની ઝડપમાં તેમના 974 જેટલા સૈનિકો અને 37 નાગરિકો માર્યા ગયા છે. અઝરબૈજાનના અધિકારીઓએ પોતાના સૈન્ય નુકસાનનો ખુલાસો નથી કર્યો પરંતુ કહેવાય છે કે યુદ્ધમાં 65 નાગરિકોના મોત થયા છે અને 300 ઘાયલ થયા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link