ધારીઃ ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા સાત સિંહ, બે બળદનો કર્યો શિકાર
ધારી ગીર પૂર્વના એક ફાર્મ હાઉસમાં અચાનક સિંહોનું ટોળું પહોંચી ગયું હતું.
સિંહોએ ત્યાં પહોંચીને પાકા મકાનના ફરજના પતરા ફાડ્યા હતા. તેની અંદર રહેલા બે બળદનું મારણ સિંહોએ કર્યું હતું.
સિંહો આસપાસના વિસ્તારમાં લટાર મારતા પણ જોવા મળ્યા હતા.
તો એક સિંહ ફાર્મ હાઉસમાં શાંતિથી બેસી ગયો હતો. વનનો રાજાને આરામની મુદ્રામાં બેઠેલો જોઈ શકાય છે.
આ ઘટનાની માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગના કર્મીઓ દ્વારા સિંહને ફરી જંગલ વિસ્તારમાં લઈ જવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.