PHOTO: હાઇટેક સિસ્ટામ, ગજબનું ઇન્ફ્રસ્ટ્રક્ચર...તેમછતાં વરસાદ આગળ દુબઇ બની ગયું `ડુબઇ`

Sun, 21 Apr 2024-3:13 pm,

Cloud Seeding: દુબઇમાં એવો જોરદાર વરસાદ થયો કે આખા શહેરમાં પૂર આવી ગયું...આખું દુબઇ ભીષણ પૂરની ચપેટમાં છે. દુબઇમાં 75 વર્ષ બાદ વરસાદથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે... કે આખરે દુબઇમાં આવો વરસાદ કેમ થયો. 

દુબઇમાં પૂરની પાછળ ક્લાઉડ સીડિંગ એટલે કે આર્ટિફિશિયલ વરસાદને ગણવામાં આવે છે. શું છે તેની પાછળની સચ્ચાઇ. અને પર્યાવરણ એક્સપર્ટનું શું કહેવું છે. સાથે જ કયા દેશોમાં ક્લાઉડ સિડિંગ થઇ ચૂકી છે. 

ચારેય તરફ બસ પાણી જ પાણી અને પૂર આગળ લાચાર લોકો... ફોટા હાઇટેક સિટી દુબઇના છે... 75 વર્ષ બાદ આવા જોરદાર વરસાદે દુબઇને ડુબાડી દીધું. 

રેકોર્ડતોડ વરસાદથી દુબઇમાં ત્રાહીમામ મચી ગયો છે... લોકોના ઘર ડૂબી ગયા છે. જોરદાર વરસાદથી રસ્તા દરિયા બની ગયા છે. દુબઇની ચમચમાતા રસ્તા પર ઘણા ફૂટ પાણી ભરાઇ ગયા છે.. જેના લીધે ઘણી ગાડીઓ પાણીમાં ડૂબી ગઇ છે. 

દુનિયાના શ્રેષ્ઠ શહેરોમાંથી એક એવા દુબઈમાં એટલું પૂર આવ્યું કે એરપોર્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું.. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રનવે પાણીમાં ગરકાવ છે.. રનવે પર નદી જેવો નજારો જોવા મળે છે જ્યાં ફ્લાઈટ્સ તરતી જોવા મળે છે. 

ફ્લાઇટ્સ પર પણ મોટી અસર પડી રહી છે, 45 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે, જેમાં ઘણી ફ્લાઇટ્સ ભારતની પણ સામેલ છે.. તો બીજી તરફ 3થી વધુ ઉડાનો રદ કરવી પડી છે... 

શું રેકોર્ડબ્રેક વરસાદનું કારણ પ્રકૃતિ સાથે છેડછાડ છે? તેની પાછળનું કારણ ક્લાઉડ સીડિંગ હોવાનું માનવામાં આવે છે અને નિષ્ણાતો પણ તેની પુષ્ટિ કરી રહ્યા છે. ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ જબરદસ્ત પૂર અને વરસાદનું કારણ બન્યું. ક્લાઈમેટ ચેન્જ વચ્ચે આને મોટી બેદરકારી માનવામાં આવી રહી છે.

UAE માં પાણી સંકટનો સામનો કરવા માટે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો... હવે પ્રકૃતિ સાથે છેડછાડનું પરિણામ આખી દુનિયા જોઇ રહી છે. ચીને પણ 2008 ઓલમ્પિંક દરમિયાન કૃત્રિમ વરસાદ કરાવ્યો હતો. જાપાને પણ ટોક્યો ઓલમ્પિક દરમિયાન ક્લાઉડ સીડિંગ કરાવ્યું હતું. ભારતની વાત કરીએ તો IIT કાનપુરે પણ તેનું સફળ ટેસ્ટ કરી ચૂકી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link