`રામ-સીતા, હનુમાન અને રાવણે કર્યો ભાજપનો પ્રચાર...જાણો કેમ કૃષ્ણ અને દ્રૌપદીએ પણ પસંદ કર્યો કમળનો સાથ`...!!!
મહાભારતમાં દ્રૌપદીનો રોલ કરનાર રૂપા ગાંગુલી હાલ રાજ્યસભાની નોમિનેટેડ સભ્ય છે. પશ્વિમ બંગાળ 2016ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો. બંગાળમાં 2016માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તે હાવડા નોર્થથી ચૂંટણઈ લડી હતી. પરંતુ હારી ગઈ હતી. તેના પછી પાર્ટીએ તેને 2016માં રાજ્યસભા માટે નોમિનેટ કરી. તે બીજેપીના તેજતર્રાર નેતા તરીકે જાણીતી છે.
મહાભારત સિરીયલમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનારા નીતિશ ભારદ્વાજ ઘણા સમય પહેલાં ભાજપમાં જોડાયા હતા. તે 1996ની ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પર ઝારખંડના જમશેદપુરમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા. તેના પછી તેમણે 1999માં મધ્ય પ્રદેશની રાજગઢ બેઠક પરથી નસીબ અજમાવ્યું. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ સામે હારી ગયા. તેના પછી તેમનો રાજકારણથી મોહભંગ થઈ ગયો.
મહાભારતમાં પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરની ભૂમિકામાં જોવા મળતાં ગજેન્દ્ર ચૌહાણે 2004માં ભાજપ પાર્ટી જોઈન કરી હતી. બીજેપીએ તેમને પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન બનાવ્યા, જેનો ઘણો વિરોધ થયો હતો.
રામાયણ સિરીયલમાં મા સીતાનો રોલ કરનારા દીપિકા ચિખલિયાએ પણ બીજેપીમાંથી પોતાની રાજકીય ઈનિંગ્સની શરૂઆત કરી હતી. 1991માં બીજેપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. તે ગુજરાતની વડોદરા બેઠક પરથી લડ્યા હતા. તેમણે કોંગ્રેસના રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડને પરાજય આપ્યો હતો.
રામાયણમાં હનુમાનનો રોલ કરનારા દારા સિંહે સીધી રીતે બીજેપી પાર્ટી જોઈન કરી ન હતી. પરંતુ વર્ષ 2003માં બીજેપીએ નોમિનેટેડ સભ્ય તરીકે તેમને રાજ્યસભા મોકલ્યા હતા. બીજેપીએ કલા અને સંસ્કૃતિમાં તેમના યોગદાનને જોતાં તેમને સંસદના ઉપલા ગૃહમાં મોકલ્યા હતા.
રામાયણ સિરીયલમાં અરુણ ગોવિલની સાથે રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદી ઘણા સમય પહેલાં રાજકારણમાં આવ્યા હતા. વર્ષ 1991માં તે બીજેપીની ટિકિટ પર ગુજરાતના સાબરકાંઠાથી લોકસભાની ચૂંટણી લડી ચૂકયા હતા. તેમણે જનતા દળ ગુજરાતના મગનભાઈ મણિભાઈ પટેલને લગભગ 36,000 મતથી હરાવ્યા હતા. તેના પછી વર્ષ 2002માં પણ ચૂંટણી જીત્યા હતા. 2002માં તે સેન્સર બોર્ડના એક્ટિંગ ચેરમેન પણ બન્યા હતા.
રામાયણ સિરીયલમાં રામનો રોલ કરનારા અભિનેતા અરુણ ગોવિલ હાલ બીજેપીમાં સામેલ થઈ ગયા છે. 90ના દાયકામાં જ્યારે આ સિરીયલ દૂરદર્શન પર આવતી હતી ત્યારે અરુણ ગોવિલની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. જોકે હવે તેમને આ રોલ કર્યો તેને ત્રણ દાયકા થઈ ગયા છે. એવામાં તે રાજકીય રીતે કેટલા ફાયદાકારક રહેશે તે તો સમય જ બતાવશે.