PICS: CM એ કિચડવાળા રસ્તે ગાડી ચલાવી, જવાનો સાથે જીપને માર્યો ધક્કો, પહોંચ્યા લોકોની સમસ્યા જાણવા
પેમા ખાંડુ વિજયનગરમાં રહેતા યોબિન જનજાતિના લોકોને મળવા માટે ગયા હતા અને આ સફરમાં તેમણે અનેક મુશ્કેલીઓનો સહન કરીને ગાડી ચલાવી. આ ઉપરાંત તેઓ સુરક્ષાકર્મીઓ સાથે કિચડમાંથી પોતાની ગાડી કાઢતા પણ જોવા મળ્યા.
પેમા ખાંડુએ આ મુસાફરીની એક તસવીર અને વીડિયો ટ્વીટ કરતા કહ્યું છે કે 'મિયાઓથી વિજયનગર સુધીની 157 કિમીની ગાડી અને પગપાળા મુસાફરી એક યાદગાર સફર રહી. દેબનથી 25 માર્ચના રોજ સવારે 5 વાગે શરૂ થયેલી મુસાફરી બીજા દિવસે રાત્રિ વિશ્રામ માટે ગાંધીગ્રામ (137 કિમી) પહોંચી અને ત્યારબાદ અમે આગામી દિવસે વિજયનગર માટે રવાના થયા.'
ખાંડુ જે વિજયનગરની મુલાકાત ગયા હતા ત્યાં જવા માટે હાલ મુસાફરી માટે કોઈ સાધન નથી. વાહનોની અવરજવર માટે રસ્તો ન હોવાના કારણે લોકોએ પરેશાની ભોગવવી પડે છે. આવામાં લોકોની સમસ્યાઓ જાણવા માટે સીએમ પોતે ત્યાં પહોંચ્યા. સીએમએ વચન આપ્યું કે જલદી આ રસ્તે અવરજવર માટે સારો રસ્તો બનાવવામાં આવશે. જેથી કરીને લોકોને ખુબ લાભ મળશે.
ખાસ વાત એ છે કે જે વિજયનગરની યાત્રા વિશે સીએમ વાત કરી રહ્યા હતાં ત્યાં પહોંચવા માટે તેમણે પોતે આ તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
સીએમ ખાંડુ એક સ્થળે પોતે કારનું સ્ટિયરિંગ પકડીને ખાડામાંથી વાહનને કાઢતા જોવા મળ્યા. આ ઉપરાંત તેમણે સુરક્ષાકર્મીઓ સાથે કિચડમાં ફસાયેલી ગાડી કાઢવા માટે તેને ધક્કો પણ માર્યો.